GSTV
Gujarat Government Advertisement

Honda માનેસર પ્લાન્ટમાં બંધ કરી શકે છે કામકાજ,કર્મચારીઓને બરતરફ કરવાનો થઈ રહ્યો છે વિરોધ

Last Updated on November 11, 2019 by Mansi Patel

હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પોતાના માનેસર સ્થિત પ્લાન્ટને ત્યાં સુધી બંધ રાખી શકે છે. જ્યાં સુધી 2000 કરાર કરાયેલાં કર્મચારીઓ અને મેનેજમેન્ટની વચ્ચે સમજૂતી ન થાય. કર્મચારીઓનું કહેવું છેકે, તેમણે મેનેજમેન્ટ તરફથી સૂચના આપવામાં આવી છેકે, થોડા સમય માટે કામકાજ બંધ રહેશે.

હોન્ડા તરફથી કર્મચારીઓને કહેવામાં આવ્યુ છેકે, ગતિરોધને કારણે આગામી આદેશ સુધી પ્લાન્ટમાં ઓપરેશન્સને બંધ રાખવામાં આવશે. દેશની અગ્રણી ટુ-વ્હીલર વાહન બનાવતી કંપની હોન્ડાના આઈએમટી માનેસર સેક્ટર-3 સ્થિત પ્લાન્ટમાં પાછલાં છ દિવસથી કામકાજમાં ગતિરોધ ચાલુ છે.

યુનિયનના લીડર સુરેશ ગૌડે જણાવ્યુકે, કંપની કેટલાંક દિવસોથી 100થી 150 કર્મચારીઓને હટાવી રહી છે. પાંચ નવેમ્બર મંગળવારે સવારે 10.30 વાગ્યે લગભગ 150 કર્મચારીઓને હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જેનાંથી શ્રમિકો ભડક્યા હતા. હોંન્ડા કંપનીમાં લગભગ 2200 કર્મચારીઓ કરાર હેઠળ 4-5 વર્ષથી કામ કરી રહ્યા છે. લગભગ 1900 કર્મચારીઓ કાયમી છે. બધા જ કર્મચારીઓ ત્રણ શિફ્ટમાં કામ કરે છે. કંપનીનાં મેનેજમેન્ટ સાથે ઘણીવાર વાત કરી છે. પરંતુ કોઈ પરિણામ આવ્યુ નથી.

કંપની દર ત્રણ મહિના બાદ કર્મચારીઓને ત્રણ-ચાર મહિના માટે બરતરફ કરી દે છે. પહેલાં બરતરફ કરાયેલાં કર્મચારીઓને કામ પાછા લેવાયા ન હતા. આ પરિસ્થિતીમાં તેઓ આર્થિક તંગી સામે ઝઝૂમે છે. દિવાળી પહેલાં જ કાયમી કર્મચારીઓને બરતરફ કરાતા પ્લાન્ટમાં વિવાદ વધ્યો હતો. પરંતુ કંપનીએ દિવાળી હોવાને કારણે સ્થિતીને સંભાળીને પ્લાન્ટ ચાલું રાખ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!