GSTV

Covid-19ની સામે લડવા માટે Honda લઈને આવી રહી છે કારો માટે માસ્ક, મળશે વાયરસથી છુટકારો

Last Updated on January 5, 2021 by Mansi Patel

Covid-19 વાયરસે આખી દુનિયાને હચમચાવી નાખી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક લગાવવાની સલાહ દરેક સરકારો દ્વારા સમગ્ર વિશ્વમાં આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, શું તમે વિચારી શકો છો કે કાર પર પણ માસ્ક હોઈ શકે છે, જે કોરોના વાયરસને 99.8 ટકાથી દૂર કરી શકે છે.

બનાવ્યુ છે આ માસ્ક

હવે દિગ્ગજ ઓટો કંપની HONDAએ પણ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હોન્ડાએ કોરોના વાયરસથી દૂર રહેવા માટે તેની કાર માટે ‘માસ્ક’ બનાવ્યું છે. હોન્ડાનું આ ‘માસ્ક’ કારની કેબિનને ફક્ત કોરોના વાયરસથી જ નહીં, પરંતુ તમામ પ્રકારના વાયરસ અને જંતુઓથી પણ બચાવીને રાખશે. કંપનીએ તેનું નામ કુરુમાકુ (Kurumaku) રાખ્યું છે. જણાવી દઈએ કે કારના કેબિનમાં આ એક વધારાનો અને વિશેષ સલામતીનું સ્તર છે, ફેસ માસ્ક જેવો નથી, જે કેબીનને જોખમી વાયરસથી દૂર રાખશે અને કારમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા કરશે.

હોન્ડાએ કહ્યું કે કુરુમાકુને (Kurumaku )હોન્ડા એક્સેસ દ્વારા બનાવવામાં આવ્યું છે જે તમારા વાહનની કેબીન હવાને સંપૂર્ણપણે સ્વચ્છ રાખે છે અને ખતરનાક વાયરસથી સુરક્ષિત રાખે છે. કોરોના રોગચાળા દરમિયાન, જ્યારે વાયરસની બધે ચર્ચા થાય છે, ત્યારે અમારી કંપની અમારા ગ્રાહકો માટે લાવ્યું છે. Kurumakuને એર ક્લીન ફિલ્ટરની ટોચ પર સ્થાપિત કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જ્યારે તમારી કારમાં હવાનું સર્કુલેશન થાય છે, ત્યારે તે બધા વાયરસને દૂર કરશે. તેમાં ઝિંક ફોસ્ફેટ કેમિકલ કન્વર્ઝન ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવામાં આવશે, જે કાર પર કાટ ન લાગવામાં મદદ કરે છે અને પર્યાવરણ સુરક્ષિત રહે છે.

READ ALSO

Related posts

Tokyo Olympics 2020/ લેડી ગાગાની હમશકલને જોઈ યુઝર્સ થયા હેરાન, તમે પણ વિશ્વાસ નહિ કરશો

Damini Patel

સુરત: મંદિરમાં હરીભક્તો પર પ્રતિબંધ લગાવતા થયો હોબાળો, ભક્તોના પ્રવેશને રોકવા માટે બાઉન્સર મુક્યા

Pravin Makwana

વાસ્તુના નિયમો: રસોડામાં રહેલુ ઝીરૂ બદલી શકે છે આપનું નસીબ, આવી રીતે ઉપયોગ કરવાથી થશે ધનનો વરસાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!