જો તમે કોઈ સ્કૂટર લેવાનો પ્લાન કરી રહ્યાં છો તો આ તમારા માટે એકદમ સાચો સમય છે, કારણ કે હોન્ડા પોતાના સ્કૂટર પર શાનદાર ફેસ્ટિવ ઘમાકા ઓફર્સ લઈને આવી છે. તમે હોન્ડાનું સ્કુટર ખરીદો તો તમને 11000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ સિવાય કંપની ગ્રાહકોને પેટીએમ કેશબેક અને લો ડાઉન પેમેન્ટ જેવા અન્ય લાભ પણ આપી રહી છે.

ઓફર્સ
આ ઓફર્સ હોન્ડાના સ્ટાઈલિશ સ્કૂટર Dio પર મળી રહ્યાં છે. Honda Dio પર કંપની આ તહેવારની સીજન તમને 8900 રૂપિયાની સેવિંગ્સ સાથે 2100 રૂપિયાના અન્ય બેનિફિટ્સ આપી રહી છે. આ સ્કૂટર તમે માત્ર 1100 રૂપિયાની લો ડાઉન પેમેન્ટ કરી ખરીદી શકો છો. આ સિવાય તેના પર 7000 રૂપિયા સુધીનુ પેટીએમ કેશબેક પણ મળી રહ્યું છે.

ફીચર્સ અને કીમત
દિલ્હીમાં હોન્ડા ડિયોની એક્સ-શોરૂમ કીમત 53777 રૂપિયાથી શરૂ થાય છે. Dio STDનો પ્રાઈસ 53777 રૂપિયા અને Dio DLXનો પ્રાઈસ 55777 રૂપિયા છે. તેમાં તમને 109ccનો ફેન કૂલ્ડ. 4 સ્ટ્રોક, એસઆઈ એન્જીન મળે છે, જે 8bhpની પાવર અને 8.91Nmનો ટૉર્ક જનરેટ કરે છે. તેના ફીચર્સની વાત કરીએ તો તેમા નવો LED હેડલેમ્પ, સિગ્નેચર ગોલ્ડ રિમ, ઈકો સ્પીડ ઈન્ડિકેટરની સાથે ફુલ ડિજિટલ મીટર, મોબાઈલ ચાર્જીંગ સોકેટ, ટ્યૂબલેસ ટાયર, સીટ ઓપનિંગ સ્વિચની સાથે 4ઈન 1 લોક, સ્પોર્ટી ગ્રાફિક્સ ટોન કલર્સ અને સર્વિસ ડ્યૂ ઈન્ડિક્ટર જેવા કેટલાંય આકર્ષક ફીચર્સ મળે છે.
READ ALSO
- ‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું
- આ એક્ટ્રેસને આ રીતે કમર હલાવવાના મળશે 3 કરોડ રૂપિયા, વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો
- સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા
- ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર
- અચનાક બેકાબુ થયા ઘોડા, રથ લઈને ભાગ્યા પછી થયું એવું કે….