GSTV
Gujarat Government Advertisement

Hondaનો ડિસેમ્બર સેલ : Amazeથી લઈને CR-V સુધી, કંપની આપી રહી છે 5 લાખ રૂપિયા સુધીની છૂટ! જાણો શું છે ઓફર

Last Updated on December 6, 2019 by Mansi Patel

જાપાનની વાહનોનું ઉત્પાદન કરતી કંપની Honda પોતાના ગ્રાહકો માટે શાનદાર તક લઈને આવી છે. કંપની પોતાના વાહનોની અલગ અલગ રેન્જમાં ડિસેમ્બર મહિનામાં બંપર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Amazeથી લઈને CR-V જેવી કારોની ખરીદી પર 5 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. એટલું જ નહી કંપની પોતાની નવી Honda Cityના BS-6 મોડલ પર પણ છૂટ આપી રહી છે.

Honda Amaze

કંપનીની સૌથી સસ્તી અને બેસ્ટ સેલિંગ કારોમાંથી એક અમેઝની ખરીદી પર પુરા 42 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે. કંપની આ ડિસ્કાઉન્ટ તેના પેટ્રોલ અને ડીઝલ એન્જીન બંને વેરિયન્ટ પર આપી રહી છે. તેમાં 12,000 રૂપિયાની કિંમતની ચોથા અને પાંચમા વર્ષની એક્સટેન્ડેટ વોરંટી અને 30,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.

Honda Jazz

કંપનીની પ્રીમિયમ હેચબેક કાર જેઝની ખરીદી પર તમે 50,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ ડિસ્કાઉન્ટ પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનનાં બધા જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 25,000 રૂપિયાની વધારાની છૂટ સામેલ છે. આ કારની કિંમત 7.45 લાખ રૂપિયાથી લઈને 9.4 લાખ રૂપિયા સુધી છે.

Honda WR-V

કોમ્પેક્ટ એસયૂવી સેગ્મેન્ટ હોન્ડાની આ એસયુવી સારું પ્રદર્શન કરી રહી છે. આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી લઈને આ એસયુવીની ખપીદી પર 45,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો. તેનાં પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટ પર આ ડિસ્કાઉન્ટ લાગૂ થશે. તેમાં 25000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 20,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ સામેલ છે.

Honda City

એક્ઝિક્યૂટિવ સેડાન સેગ્મેન્ટની ત્રીજી સૌથી વધારે વેચાતી કાર સિટીને કંપનીએ હાલમાં જ નવા બીએસ6 એન્જીન સાથે લોન્ચ કરી છે. તેનાં બીએસ4 મોડલની ખરીદી પર 62,000 રૂપિયા સુધીનો ફાયદો થઈ શકે છે. જેમાં 32,000નું કેશ ડિસ્કાઉન્ટ અને 30,000 રૂપિયાની વધારાની છૂટ સામેલ છે. જ્યારે તેનાં બીએસ6 મોડલ પર 45,000 રૂપિયા સુધીની બચત કરી શકો છો.

Honda CR-V

કંપની સૌથી વધારે ડિસ્કાઉન્ટ તેની લક્ઝરી એસયૂવી કાર CR-V પર આપી રહી છે. આ ડિસેમ્બર મહિનામાં SUVની ખરીદી પર 5 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ તેનાં બધા જ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. આ એસયૂવી 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવ બંને વિકલ્પોની સાથે બજારમાં ઉપલબ્ધ છે. તેની કિંમત ભારતીય બજારમાં 28.27 લાખ રૂપિયાથી 32.77 લાખ રૂપિયાની વચ્ચે છે.

નોંધ:

અહીં કારોના ડિસ્કાઉન્ટ વિશે આપેલી માહિતી આ કંપનીનાં સત્તાવાર વેબસાઈટ પરથી લેવામાં આવી છે. ડિસ્કાઉન્ટમાં અલગ-અલગ ડીલરશિપ અને લોકેશન મુજબ ભિન્નતા હોઈ શકે છે. એટલા માટે છૂટ વિશે પુરી જાણકારી માટે નજીકનાં ડીલરનો સંપર્ક જરૂર કરવો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt

હાર સ્વીકારી/ યોગી સાથે સારા સંબંધો સાબિત કરવા મોદી યુપી જશે, રાજ્ય હાથમાંથી જવાનો લાગ્યો છે ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!