GSTV

નવા અવતારમાં આવી રહી છે Hondaની ‘ખાસ’ કાર, ફક્ત 45 લોકો જ ખરીદી શકશે

Honda CR-V Special Edition કાર ભારતમાં જલ્દીથી લોન્ચ થવાની છે. કંપની તેને એક લિમિટેડ એડિશન મોડલ તરીકે લોન્ચ કરશે. આ કારની શરૂઆતની કિંમત 29.50 લાખ રૂપિયા થશે, જે હાલમાં CR-V મોડલથી 1.23 લાખ રૂપિયા વધારે છે. આ કારની  તે સ્પેશિયલ એડિશન મોડલ CR-Vનાં ગ્લોબલ ફેસલિફ્ટ મોડલ પર આધારિત હશે.

હોન્ડા CR-V ફેસલિફ્ટ

હોન્ડાએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં આ કારનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું હતું. કંપનીએ કારના ફેસલિફ્ટ વર્ઝનમાં અનેક કોસ્મેટિક ફેરફાર કર્યા છે. જોકે, કંપનીએ ફેસલિફ્ટ વર્ઝનમાં કંપનીએ કોઈ મિકેનિકલ ફેરફાર કર્યા નથી. સીઆર-વી ફેસલિફ્ટમાં, કંપનીએ વધુ આક્રમક ફ્રન્ટ બમ્પરનો ઉપયોગ કર્યો છે. કારના પાછળના બમ્પરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. કારની કેબિનમાં મામૂલી કોસ્મેટિક ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

ભારતમાં સ્પેશિયલ એડિશન તરીકે લોન્ચ થશે ફેસલિફ્ટ વર્ઝન

આ કારનું ફેસલિફ્ટ વર્ઝન ખાસ એડિશન તરીકે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. આ કારમાં 2.0-લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે જે 154hp પાવર અને 189Nm ટોર્ક જનરેટ કરે છે. કારમાં CVT ગિયરબોક્સ આપવામાં આવ્યુ છે. કાર ડીઝલ એન્જિન અને 4 વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ સાથે આવી હતી, પરંતુ BS6 ટ્રાન્ઝિશન પછી, આ વેરિએન્ટસને લાઈનઅપમાંથી હટાવી દીધો છે.

લિમિટેડ યૂનિટ્સ થશે ઉપલબ્ધ

કારની વિશેષ આવૃત્તિમાં હેન્ડ્સ ફ્રી ટેલગેટ, પાવર ફ્રન્ટ પેસેન્જર સીટ, એક્ટિવ કોર્નરિંગ LED હેડલેમ્પ્સ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને ઓટો ફોલ્ડ મિરર્સ જેવા પ્રીમિયમ સુવિધાઓ પણ મળશે. આ કારનું વેચાણ ભારતમાં લિમિટેડ યુનિટમાં થશે. મળતી માહિતી મુજબ, કંપની આ કારના ફક્ત 45 યુનિટ ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ બનાવશે.

READ ALSO

Related posts

રાત્રે સ્વપ્નામાં આવે છે કોરોના ચારે બાજુ દેખાતા રહે છે વાયરસ : ઉંઘ નથી આવતી, પત્ની ફ્રીઝમાં શાકભાજીના ઢગલા કરતી જાય છે

Bansari

રમતો શીખવાડવાને બદલે વ્યાયામ શિક્ષક કરતો હતો સગીરાઓને અડપલાં : આખરે મળી આ સજા, નિતંબ પર ધક્કો મારતો અને એકબીજા પર સૂવડાવતો

Bansari

દરેક નાગરિકને મોદી સરકાર આપી રહી છે 1,30,000 રૂપિયા? જાણો વાયરલ થઇ રહેલા આ મેસેજની શું છે હકીકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!