GSTV

Hondaની શાનદાર ક્રૂઝર બાઇક લૉન્ચ, બુલેટ પણ ભૂલી જશો એવા દમદાર છે ફિચર્સ

honda

અનલોક-5 સાથે જ ભારતમાં કાર અને બાઇક લૉન્ચ થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આ વચ્ચે મોટરસાયકલ નિર્માતા કંપની Hondaએ પોતાની નવી ક્રૂઝર બાઇક લૉન્ચ કરી દીધી છે. Honda H’Ness CB 350 નામથી લૉન્ચ થયેલી આ બાઇક ખાસ કરીને બુલેટને ટક્કર આપશે. તેનો લુક તમને અલગ જ અનુભવ આપી શકે છે.

જાણો કિંમત અને ફીચર્સ

Honda H’Ness CB 350ને 400 cc સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 1.90 લાખ રૂપિયા છે. આ ઓક્ટોબરમાં માર્કેટમાં આવશે. બાઇકની ફ્રન્ટમાં રાઉન્ડેડ Headlamp આપવામાં આવ્યો છે જે LED યુનિટ છે. Honda Highnessમાં ફ્યૂલ ટેન્ક ગોળ હશે અને તેમાં સ્માર્ટ વૉયસ કંટ્રોલ સિસ્ટમ આપવામાં આવી છે. તેને DLX  અને DLX Pro વેરિએન્ટમાં રજૂ કરવામાં આવશે. આ નવી બાઇક કોઇપણ દુર્ગમ રસ્તા પર આરામથી દોડી શકે છે.

બુલેટને ટક્કર આપશે Hondaની આ ધાંસૂ બાઇક

Honda H’Ness CB 350માં સિંગલ સિલિન્ડર એન્જિન છે. કંપની તેને 6 કલર ઓપ્શનમાં લોન્ચ કરશે. તેમાં ડ્યુઅલ ટોન ઓપ્શન પણ હશે. તેમાં એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 20.8PS પર 5500 rpm અને 30 Nm ટોર્ક જનરેટ કરે છે. Honda મોટરસાયકલ Honda H’Ness CB 350નું વેચાણ કંપનીની બિગ વિંગ (Big Wing) ડીલરશિપ્સ દ્વારા કરશે કારણ કે આ એક પ્રીમિયમ બાઇક છે.

Read Also

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!