GSTV
Gujarat Government Advertisement

હોન્ડા કંપનીએ 1900 કર્મચારીઓની પગાર વધારાની માગણી ફગાવી, 4 વર્ષથી નથી વધ્યો પગાર

Last Updated on December 26, 2019 by pratik shah

ચોતરફ દેશમાં મંદીથી સામાન્ય વેપારીઓ અને મોટા ઉદ્યોગો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સૌથી વધુ સુસ્તી હાલ દેશના ઓટો અને ટેક્સટાઈલ સેક્ટરમાં જોવા મળી રહી છે. દેશની ટોચની દ્રિ-ચક્રી વાહન બનાવતી કંપનીએ પણ આર્થિક મંદીને કારણે કર્મચારીઓને પગાર વધારો નહિ આપવાની જાહેરાત કરી છે.

HMSIએ ગુરૂગ્રામના માનેસર પ્લાન્ટના 1900 કર્મચારીઓને ઓછા સેલ્સ વોલ્યુમ અને કંપનીની નીચી આવક-નફાકરકતાને કારણે સેલરી હાઈક ન આપવાનો નિર્ણય કર્યો છે. વિશ્વમાં સૌથી વધુ ટૂ-વ્હિલર્સ વેચતી કંપની હોન્ડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા(HMSI)એ માનેસરના 1900 કર્મચારીઓની પગાર વધારાની માંગણીને ફગાવી છે. ઓગષ્ટ, 2018થી કર્મચારીઓ આ માંગણી કરી રહ્યાં છે પરંતુ, કંપનીએ મક્કમતા જાળવી રાખી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓગષ્ટ, 2018માં કર્મચારી સંગઠને પગાર વધારો માંગ્યો હતો પરંતુ, હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો ન હતો. તાજેતરના જ એક મીડિયા અહેવાલ અનુસાર કંપની સત્તાધીશોએ ઓટો ક્ષેત્રની મંદીનું વાજું વગાડીને નકારી કાઢ્યો છે. હોન્ડાએ ઘટતા જતા કંપનીના વેચાણની સાથે માર્કેટિંગ ખર્ચમાં પણ થયેલ વધારાનો આધાર આપીને પગારવધારાને રદિયો આપ્યો છે. ઓગષ્ટ, 2015માં છેલ્લે 23,300નો પગારવધારો થયો હતો અને ત્યારબાદ 3 વર્ષમાં 25,000નો પગાર વધારો કરવાની ખાતરી કંપનીએ આપી હતી પરંતુ, ચાર વર્ષથી વધુના સમય છતા પગાર વધારો નથી થયો. જોકે કંપનીના કાયમી કર્મચારીઓએ હજી હડતાળ કે અન્ય પગલાં લેવાની ચિમકી ઉચ્ચારી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!