GSTV
Gujarat Government Advertisement

આવી ગઇ Hondaની સૌથી સસ્તી BS6 એન્જિનવાળી બાઇક, કિંમત જાણશો તો આજે જ બુક કરાવી દેશો

honda

Last Updated on June 3, 2020 by Bansari

Hondaએ પોતાની સસ્તી બાઇક Honda CD 110 Dreamને BS6 એન્જિન સાથે લૉન્ચ કરી છે. કંપનીએ પોતાની આ બાઇકને બે વેરિએન્ટ્સને STD અને DLXમા લોન્ચ કર્યુ છે. કંપનીએ નવી બાઇકમાં અનેક અપડેટ્સ આપી છે. ખાસ વાત એ છે કે આ Hondaની સૌથી ઓછી કિંમતની બાઇક છે.

પહેલા કરતાં લાંબી સીટ

જૂની બાઇકની સરખામણીમાં Honda CD 110 Dreamમાં કેટલાંક ફેરફાર કર્યા છે. બાઇકમાં નવા ગ્રાફિક્સ, ક્રોમ એગ્ઝોસ્ટ શીલ્ડ, બોડી કલર મિરર, ફ્લેટ સીટ, એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ અને સિલ્વર ફિનિશ અલૉય વ્હીલ્સ મળશે. સાથે જ પહેલાની સરખામણીએ નવી બાઇકની સીટ પહેલા કરતાં લગભગ 15 એમએમ લાંબી છે.

9.1 લીટરની ફ્યૂલ ટેન્ક

Honda CD 110 Dreamની લંબાઇ 2044 એમએમ, 736 એમએમ પહોળાઇ અને 1076 એમએમ ઉંચાઇ છે. આ બાઇકનો વ્હીલબેસ 1,285 એમએમ છે. બાઇકનું વજન 112 કિલો છે. બાઇકમાં 9.1 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી ટેય બાઇકમાં ફ્રન્ટ અને રિઅરમાં 130 એમએમની ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

એન્જિન

બાઇકમાં બીએસ 6 કંપ્લાયંટ 109.51 સીસી ફ્યૂલ ઇંજેક્ટેડ એન્જિન મળે છે. આ એન્જિન 7500 આરપીએમ પર 8.6 એચપીનો પાવર અને 5500 આરપીએમ પર 9.30 એનએમનો ટોર્ક આપે છે. આ બાઇક 4-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે.

આપશે વધુ માઇલેજ

Honda CD 110 Dream માં ડીસી હેંડલેંપ, ઇંટીગ્રેટેડ હેડલેંપ બીમ એંડ પાસિંગ સ્વિચ, ટ્યૂબલેસ ટાયર, એક્વાલાઇઝર સાથે સીબીએસ અને સીલ ચેન જેવા ફીચર આપ્યા છે. આ બાઇક એન્હેંસ્ડ સ્માર્ટ પાવર ટેક્નોલોજીથી સજ્જ છે, જે ફ્રિક્શનને ઓછુ કરીને માઇલેજ વધારે છે. બાઇકમાં ફ્રન્ટમાં ટેલીસ્કોપ ફોર્ક સસ્પેંશન અને પાછળ ટ્વિન શૉક અબ્ઝોર્બર્સ આપવામાં આવ્યું છે.

કિંમત

સ્ટાન્ડર્ડ વેરિએન્ટમાં બાઇક બ્લૂ સાથે બ્લેક, કેબિન ગોલ્ડ સાથે બ્લેક, રેડ સાથે બ્લેક અને ગ્રે સાથે બ્લેક કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. જ્યારે ડીલક્સ વેરિએન્ટમાં બ્લેક, એથલેટિક બ્લૂ મેટાલિક, જિની ગ્રે મેટાલિક અને ઇમ્પીરિયલ રેડ મેટાલિક રંગમાં મળશે. Honda CD 110 Dreamની એક્સ શૉરૂમ કિંમત (દિલ્હી) 64,505 અને 65,505 રૂપિયા રાખવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભેદી મૃત્યુ / એડલ્ટ સ્ટારનું રહસ્યમ રીતે મોત, ઇન્સ્ટાગ્રામ પર અપોલડ કરી હતી ટોપલેસ તસવીર

Zainul Ansari

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!