GSTV

કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? હોન્ડા તેની આ લક્ઝુરિયસ કાર પર આપી રહી છે 1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

Last Updated on June 21, 2020 by pratik shah

હોન્ડા કાર્સ (Honda Cars)એ પોતાની બે ગાડીઓ માટે જૂન ઓફરની રજુઆત કરી દીધી છે. આ કાર્સ Amaze અને City છે. ઓફર હેઠળ તેની ખરીદી પર 1 લાખ રૂપિયા સુધી બચત કરી શકાય છે. ફાયદામાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, ફ્રી એક્સિડેન્ટેડ વોરંટી સામેલ છે. હોન્ડાની આ રજુઆતનો આ ફાયદો 30 જૂન સુધી લઈ શકાય છે.

Amaze

જો તમે જૂની કારને એક્સચેન્જ કરીને  BS6 પેટ્રોલ / ડીઝલ હોન્ડા અમેઝ ખરીદો છો તો તમને 12000 રૂપિયાની એક્સટેન્ડેડ વોરંટી (ચોથા અને પાંચમા વર્ષ) અને 20000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. જો કારની એક્સચેન્જ ન કરો તો, તો નવી અમેઝની ખરીદી પર 12000 રૂપિયાની એક્સટેન્ડેડ વોરંટી (ચોથા અને પાંચમા વર્ષે) અને 50% કિંમતનો લાભ હોન્ડા કેર મેન્ટેનન્સ પ્રોગ્રામનો ફાયદો મળશે. હોન્ડા અમેઝની એક્સ શોરૂમ દિલ્હીમાં કિંમત 6.09 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

City

BS6 પેટ્રોલ હોન્ડા સિટી (SV MT/ V MT/ V CVT)ને 25000 રૂપિયા સુધી કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર હેઠળ 2,00,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. પેટ્રોલ હોન્ડા સિટી VX MT-BS6 પર 37000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર હેઠળ 35000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ છે. પેટ્રોલ VX CVT/ZX MT/ZX CVT-BS6 હોન્ડા સિટી પર 50,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફર હેઠળ 50,000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ છે. હોન્ડા સિટીની એક્સ શોરૂમ દિલ્હી કિંમત 9.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

નોંધ: ફાયદા અલગ-અલગ વેરિએન્ટ અને શહેરોનાં આધારે બદલાઇ શકે છે. બધા મોડેલો પર પસંદગીના કોર્પોરેટરો માટે વધારાની ઓફર્સ છે. નજીકની હોન્ડા કાર ડીલરશીપ પાસેથી વધુ માહિતી મેળવી શકાય છે.

READ ALSO

Related posts

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

વાર્યા નહીં, હાર્યા વળ્યા/ રસી નહીં લીધી હોય તે જે વેપારીની દુકાન પોલીસ બંધ નહીં કરાવે, ચેકિંગ પણ નહીં: મળી આ છૂટ

Bansari

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!