GSTV

ધાંસૂ ઑફર! ફેસ્ટીવ સીઝનમાં HONDAની કાર પર 2.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, સાથે આ ફાયદા તો ખરા જ

honda

Last Updated on October 10, 2020 by Bansari

જાપાનની કાર ઉત્પાદક કંપની Hondaએ શુક્રવારે નવી કારોની ખરીદી પર રૂ .2.50 લાખ સુધીના નાણાકીય લાભની ઓફર કરી છે. તહેવારોની સીઝન દરમિયાન ખરીદીને પ્રોત્સાહન આપવા માટે કંપની કેશ ડિસ્કાઉન્ટ, વધુ વોરન્ટી, મેન્ટેનન્સ પ્લાન વગેરે ઓફર કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઓફરનો લાભ અમેઝ, પાંચમી જનરેશનની સિટી, જેઝ, ડબલ્યુઆર-વી અને સિવિકની ખરીદી પર મળશે. ગ્રાહકો આ ઓફર હેઠળ દેશભરમાં કંપનીના ડીલરો પાસેથી 31 ઓક્ટોબર 2020 સુધી ખરીદી શકે છે.

કંપની લાવી જબરદસ્ત એક્સચેન્જ ઑફર

honda

કંપનીએ કહ્યું કે, સિવિકની ખરીદી પર 2.5 લાખ રૂપિયા સુધીનો મહત્તમ લાભ મળશે, જ્યારે ગ્રાહકોને પાંચમી જનરેશનની સિટીની ખરીદી પર 30,000 રૂપિયાનો લાભ મળશે. તે જ સમયે, હોન્ડાના હાલના ગ્રાહકોને લોયલ્ટી બોનસ અને જૂની હોન્ડા કાર વેચવા પર ‘સ્પેશિયલ એક્સચેંજ ઓફર’ નો વધારાનો લાભ મળશે.

મુશ્કેલીના સમયમાં ગ્રાહકોને ખુશ કરવા માટે જોરદાર ઑફર્સ

હોન્ડા કાર્સ ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, કંપનીએ આવા મુશ્કેલ સમયમાં અમારા ગ્રાહકો માટે ફેસ્ટિવ સીઝનને થોડી વધારે લાભદાયક અને ખુશનુમા બનાવવા માટે આ ઓફર્સ આપી છે. આ અમારા ‘ગ્રેટ હોન્ડા ફેસ્ટ’નો ભાગ છે. “

Read Also

Related posts

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana

વોટ્સએપના સીઈઓનો દાવો, પેગાસસથી ૨૦૧૯માં સરકારી અધિકારીઓ સહિત ૧,૪૦૦ યુઝર્સને નિશાન બનાવાયા હતા

Damini Patel

મહત્વના સમાચાર: ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટ પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર, 1.17 લાખથી વધારે વિદ્યાર્થી આપશે પરીક્ષા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!