GSTV

1 જાન્યુઆરીથી મોંઘી થઈ જશે હોંડાની કાર, ઈયર એન્ડર ઓફરમાં મળી રહ્યુ છે 2.5 લાખ રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ

Last Updated on December 24, 2020 by Mansi Patel

નવા વર્ષ પર, તમામ કાર ઉત્પાદકો તેમના વાહનોની કિંમતમાં વધારો કરવા જઈ રહ્યા છે. મારુતિ, ટાટા અને મહિન્દ્રાની સાથે હોન્ડાએ પણ ભાવ વધારાની જાહેરાત કરી છે. પરંતુ આ પહેલા હોન્ડાએ વર્ષના અંતમાં તેની કાર પર વિશેષ ઓફરની જાહેરાત કરી છે. જેમાં તમે 2.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જણાવી દઈએ કે હોન્ડાની ઓફર New Honda WR-V, Honda Civic, Honda Amaze, Honda Amaze Special Edition, Honda City અને Honda Jazz કાર પર ઉપલબ્ધ છે.

New Honda WR-V પર ઓફર

હોન્ડાની WR-V  કારની પ્રારંભિક કિંમત 8 લાખ 49 હજાર રૂપિયા છે. કંપની તમને આ કાર પર 40 હજાર રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. જેમાં 25 હજાર રૂપિયાની રોકડ ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયા એક્સચેંજ ઓફર હેઠળ ડિસ્કાઉન્ટ મળી શકે છે.

Honda Civic પર ઓફર

હોન્ડાની Civic કારની પ્રારંભિક કિંમત દિલ્હી એક્સ શોરૂમ રૂપિયા 20 લાખ 61 હજાર છે. તો, તેનું ટોપ મોડેલ 25 લાખ 60 હજાર રૂપિયાનું છે. કંપની તરફથી આ કાર ઉપર 2.5 લાખ રૂપિયાનાં લાભ અપાય છે. જેમાં કંપની પેટ્રોલ વેરિએન્ટ પર 1 લાખ રૂપિયા અને ડીઝલ વેરિએન્ટ પર 2 લાખ 50 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

Honda Amaze પર ઓફર

હોન્ડાની Amaze કારની પ્રારંભિક કિંમત દિલ્હીની એક્સ-શોરૂમ 6 લાખ 17 હજાર રૂપિયા છે. તો, તેના ટોપ મોડેલની કિંમત 9 લાખ 99 હજાર રૂપિયા છે. કંપની તરફથી આ કાર ઉપર 37 હજાર રૂપિયાના લાભ અપાય છે.

Honda City પર ઓફર

હોન્ડા સિટી કારની પ્રારંભિક કિંમત દિલ્હીની એક્સ-શોરૂમ 10 લાખ 89 હજાર રૂપિયા છે. તો, તેનું ટોપ મોડેલ 14 લાખ 64 હજાર રૂપિયાનું છે. કંપની તરફથી આ કાર ઉપર 30 હજાર રૂપિયા અપાય છે.

Honda Jazz પર ઓફર

Honda Jazzની પ્રારંભિક દિલ્હીની એક્સ-શોરૂમ કિંમત 8 લાખ 57 હજાર રૂપિયા છે. તો, તેના ટોપ મોડેલની કિંમત 11 લાખ 10 હજાર રૂપિયા છે. કંપની તરફથી આ કાર ઉપર 40 હજાર રૂપિયા અપાય છે.

Honda Amaze Special Edition પર ઓફર

Amaze Special Editionનીપ્રારંભિક કિંમત 7 લાખ રૂપિયા છે. આ કાર ઉપર કંપની દ્વારા 27 હજાર રૂપિયાનું બેનિફિટ આપવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!