GSTV
Gujarat Government Advertisement

કામનું/ Hondaના સ્કૂટર કે બાઇક ખરીદવાનો પ્લાન હોય તો પહેલાં ચેક કરી લો આ નવી કિંમતો, હવે ચૂકવવા પડશે આટલા વધારે રૂપિયા

honda

Last Updated on October 7, 2020 by Bansari

Honda મોટરસાયરકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પોતાના કેટલાક ટુવ્હીલરના ભાવમાં વધારો કર્યો છે. જો તમે Hondaના આ ટુવ્હીલર્સમાંથી કોઇને ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો આ નવી કિંમતો જાણવી તમારા માટે જરૂરી છે. Honda મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ પોતાના કેટલાક ટુવ્હીલરના ભાવમાં વધારો કર્યો છે. તેમાં Active BS6, Activa 6G સ્કૂટર અને X-Blade BS6, Shine બાઇક સામેલ છે. કંપનીએ આ ટુવ્હીલર્સના ભાવમાં 955 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જો તમે Hondaના આ ટુવ્હીલર્સમાંથી કોઇ ખરીદવાનું વિચારી રહ્યાં હોવ તો જાણી લો આ નવી કિંમત…

X-Blade BS6

X-Blade BS6 બાઇકને ગત મહિને 1,05,325 રૂપિયાની શરૂઆતની કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આ બાઇકની એક્સ શૉરૂમ કિંમત હવે 702 રૂપિયા વધીને 1,06,027 રૂપિયાથી શરૂ છે. બાઇકના ડ્યુઅલ ડિસ્ક વેરિએન્ટની કિંમત વધીને 1,10,308 રૂપિયા થઇ ચુકી છે. Honda X-Blade BS6માં 162.7cc, સિંલગ સિલિન્ડર, એરકૂલ્ડ એન્જિન છે. તે 13.5 hp પાવર અને 14.7 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Shine BS6

Honda શાઇન બાઇકની કિંમત 532 રૂપિયા વધી છે. આ મોટરસાયકલના BS6 વર્ઝનને ફેબ્રુઆરી 2020માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ. તે સમયે તેની એક્સ શૉરૂ કિંમત ફ્રન્ટ ડ્રમ વેરિએન્ટ માટે 67,857 રૂપિયા અને ડિસ્ક વેરિએન્ટ માટે 73512 રૂપિયા હતી. હવે કિંમતોમાં વધારા બાદ ફ્રન્ટ ડ્રમ મોડેલના ભાવ 68812 અને ડિસ્ક વેરિએન્ટના ભાવ 73,512 રૂપિયા થઇ ગયા છે. Honda Shine BS6માં ફ્યૂલ ઇન્જેક્શન સિસ્ટમ સાથે સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, 125cc HET એન્જિન છે. તે 10.59hp પાવર અને 11Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. સાથે જ 5 સ્પીડ ગેરબોક્સ છે.

Dio BS6

Hondaના આ સ્કૂટરના ભાવમાં 955 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા બાદ હવે 2020 Honda Fio BS6ના સ્ટાન્ડર્ડ વેરિએન્ટની એક્સ શૉરૂમની કિંમત 61,497 રૂપિયા અને DLX ટ્રિમની કિંમત 64,847 રૂપિયા થઇ ગઇ છે. મેમાં પણ સ્કૂટરના ભાવ વધ્યા હતાં. 2020 Honda Dio BS6માં 110cc એન્જિન છે જે 7.9 hp પાવર અને 8.9 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Activa 6G

આ Hondaનુ બેસ્ટ સેલિંગ સ્કૂટર છે. એપ્લમાં તેની કિંમતમાં 552 રૂપિયાનો વધારો થયો હતો. હવે Activa 6Gની કિંમત 955 રૂપિયા વધી છે. કિંમતોમાં આ વૃદ્ધિ બાદ આ સ્કૂટરના સ્ટાન્ડર્ડ ટ્રિમના ભાવ 65,419 રૂપિયા અને ડીલક્સ વેરિએન્ટના ભાવ 66,919 રૂપિયા થઇ ગયા છે. આ બંને કિંમત એક્સ શૉરૂમ દિલ્હીની છે. Activa 6Gમાં 109cc, એરકૂલ્ડ એન્જિન છે. તે 7.6hp પાવર અને 8.79 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Activa 125 BS6

Honda Activa 125 BS6ની કિંમત એપ્રિલમાં પણ વધારવામાં આવી હતી. હવે તેની કિંમત 955 રૂપિયા વધી છે. Activa 125ના ડ્રમ વેરિએન્ટના ભવ વધીને 68,997 રૂપિયા, ડ્રમ એલોય વેરિએન્ટના 72,497 રૂપિયા અને ફ્રન્ટ ડિસ્ક વેરિએન્ટના 75,997 રૂપિયા થઇ ગય છે. Honda એક્ટિવા 125નુ સિંગલ સિલિન્ડર એન્જિન 8.29hp પાવર અને 10.3Nmનો ટોર્ક જનરેટ કરે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંકટ છતા આ વર્ષે 96 હજાર લોકોને નોકરી આપશે દેશની ટોચની પાંચ IT કંપનીઓ, Nasscomનો સૌથી મોટો દાવો

pratik shah

શું તમારા લાઈસન્સ કે આરસીબુકની વેલીડીટી પૂર્ણ થઈ ગઈ છે તો જલ્દી કરો આ છે છેલ્લી તારીખ, પછી રહી જશો!

pratik shah

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!