હૉન્ડા(Honda)ની એવી ઘણી બાઈક્સ છે, જે યંગસ્ટર્સને ઘણી પસંદ આવે છે. તેમાં પણ Honda SP125ની એક ખાસ ઓળખ છે. આ બાઈકે ઘણા ઓછા દિવસોમાં પોપ્યુલારિટી મેળવી છે. આ બાઈક પર કંપની એક સાથે ઘણી ઓફર આપી રહી છે. તો ચાલો જાણીએ ડિટેલ…

શું છે કિંમત:
દેશની રાજધાની દિલ્હીમાં Honda SP125ની એક્સ શોરૂમની કિંમત 76 થી 81 હજાર રૂપિયા સુધીની છે. વેબસાઈટ્સ પર આપેલી જાણકારી મુજબ, SP 125 DRUMની એક્સ શોરૂમ કિંમત 76,074 રૂપિયા છે. તેના સિવાય SP 125 DISCની કિંમત 80,369 રૂપિયા છે.

શું છે ઓફર:
Honda SP125 પર ઘણી મોટી ઓફર છે. તમે આ બાઈકને કોઈ ડાઉનપેમેન્ટ અને ડોક્યુમેન્ટેશનને ઘરે પણ લઈ જઈ શકો છો. તેના સિવાય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઈએમઆઈ પર 5000 રૂપિયા સુધીનું કેશબેક મળે છે. જોકે, આ ઓફર કેટલીક ખાસ બેંકોનાં કાર્ડ પર જ મળે છે. આ બેંકોમાં યસ બેંક, ICICI બેંક, બેંક ઓફ બરોડા, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ફેડરલ બેંક સામેલ છે.

શું છે બાઈકની ખાસિયત
Honda SP125માં 125cc, ફ્યુઅલ-ઈંજેક્ટેડ એન્જીન આપવામાં આવ્યુ છે. બાઈકમાં શાર્પ દેખાતી નવી એલઈડી સેટઅપ, નવા 5-સ્પોક એલોય વ્હીલ અને ક્રોમ શીલ્ડની સાથે નવા એક્ઝોસ્ટ આપવામાં આવ્યા છે. બાઈકનો રિયર લુક ઘણો બોલ્ડ છે. મસ્ક્યુલર ફ્યૂઅલ ટેંક, સ્પોર્ટી લુક વાળા ગ્રાફિક્સ છે.
READ ALSO
- અંબાણી પર સંકટના વાદળ? ‘મુકેશભાઈ આ તો માત્ર ટ્રેલર હતું’, શંકાસ્પદ કાર માંથી મળી ચિઠ્ઠી
- ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’
- જરૂરી માહિતી/નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, અપનાવો આ 7 સરળ રીત
- ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…
- સ્કીમ/ આ બેંકમાં 3 મહિનાની FDમાં થયો ડબલ નફો, 1000 રૂપિયા મહિને ઈનવેસ્ટ કરી 10 વર્ષમાં થઈ લાખોની કમાણી