GSTV
Home » News » કાર જેવા ફિચર્સ અને જબરદસ્ત માઇલેજ સાથે Honda Activa 125 BS6 લૉન્ચ, કિંમત જાણીને ખુશ થઇ જશો

કાર જેવા ફિચર્સ અને જબરદસ્ત માઇલેજ સાથે Honda Activa 125 BS6 લૉન્ચ, કિંમત જાણીને ખુશ થઇ જશો

હોન્ડા 2 વ્હીલર્સ ઇન્ડિયાએ પોતાનું નવુ BS6 સ્કૂટર Activa 125 લૉન્ચ કરી દીધું છે. આ સ્કૂટર હવે 13 ટકા વધુ માઇલેજ આપશે. દિલ્હીમાં તેની એક્સ-શૉ રૂમની કિંમત 67,490 રૂપિયા રાખવામાં આવી છે અને તેની ડીલીવરી નવરાત્રીમાં શરૂ થશે. ચાલો જાણીએ આ સ્કૂટરમાં શું નવુ અને ખાસ છે…

દમદાર એન્જિન

એન્જિનની વાત કરીએ તો નવા Activa 125માં 125 ccનુ BS6 PGM FI એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6500 Rpm પર 8.1 Bhpનો પારવ અને 5000R$pm પર 8.7 Nmનો ટૉર્ક જનરેટ કરે છે. કંપનીએ જણાવ્યા અનુસાર આ એન્જિન ઉમદા પર્ફોર્મન્સની સાથે સાથે વધુ માઇલેજ પણ આપશે. જૂના મોડેલની તુલનામાં નવુ મોડેલ 13 ટકા વધુ માઇલેજ આપશે જેનું સૌથી મોટુ કારણ તેમાં ફ્યૂલ ઇંજેક્શન ટેકનીક હોવાનું છે.

અવાજ વિના થઇ જાય છે સ્ટાર્ટ

કંપનીએ નવા એક્ટિવા 125માં નવુ ACG સ્ટાર્ટ ફિચર જોડ્યુ છે જેના કારણે જ્યારે તમે સ્કૂટર સ્ટાર્સ કરશો તો અવાજ નહી આવે. આ તેના સેગમેન્ટમાં પહેલું એવું સ્કૂટર છે જેમાં આવું ફિચર છે.

આ ઉપરાંત હોન્ડાએ નવા એક્ટિવા 125માં એકદમ નવુ ડિજિટલ એનાલૉગ કંસોલ લગાવ્યુ છે, તેમાં અનેક નવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. સૌથી ખાસ વાત એ છે કે હવે તમે તેમાં રિયલ ટાઇમ ફ્યૂલ કંઝપ્શન, ઓવરઑલ માઇલેજ અને સ્કૂટર કેટલું ચાલશે તે બધુ જ જોઇ શકશો. જો કે આ પ્રકારના ફીચર્સ મોંઘી કારમાં જોવા મળે છે. સામાન રાખવા માટે આ સ્કૂટરમાં હવે ફ્રન્ટ ગ્લૉવ બૉક્સની સુવિધા મળશે જ્યાં તમે જરૂરી સામાન રાખી શકો છો.

ફિચર્સ

  • નવા એક્ટિવા 125માં એલઇડી હેડલેમ્પ, એક યુએસબી ચાર્જર અને સીટ ઓપનિંગ સ્વિચ સાથે 4 ઇન 1 લૉક આપવામાં આવ્યું છે.
  • તેમાં હોન્ડાની આઇડલ સ્ટૉપ સિસ્ટમ ટેક્નોલોજી પણ સામેલ કરવામાં આવી છે. જે હીરોના i3Sની જેમ જ છે.
  • આ ફિચર સ્કૂટર ત્રણ સેકેન્ડથી વધુ સમય સુધી નિષ્ક્રીય રહેવા પર એન્જિનને બંધ કરી દે છે અને જેવ રાઇડર બ્રેક લીવર પ્રેસ કરશે અને થ્રૉટલને ટ્વિસ્ટ કરશે તે તરત જ સ્વિચ ઑન થઇ જશે.

Read Also

Related posts

કન્ફર્મ! નોંધી લો તારીખ, આ દિવસે સલમાન ખાન લઇને આવશે Bigg Bossની સીઝન 13

Bansari

37 શાળાઓ બંધ કરવાના પ્રયાસો, વાલીઓએ કહ્યું, આદિવાસીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસો

Nilesh Jethva

ચાર બિલાડીઓએ કોબરા સાંપને ઘેરીને કર્યો હુમલો, જુઓ કોણે મારી બાજી

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!