GSTV
Gujarat Government Advertisement

નવા ફિચર્સ સાથે લૉન્ચ થઇ 2018 Honda Activa i, જાણો ખાસિયતો

Last Updated on July 24, 2018 by Bansari

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર્સ ઇન્ડિયાએ 2018 Activa-i ભારતમાં લૉન્ચ કરી છે. કંપનીએ નવી Activa-iની કિંમત ભારતમાં 50,010 રૂપિયા નક્કી કરી છે. આ નવા સ્કૂટરમાં થોડાઘણા કૉસ્મેટિક અપડેટ સાથે નવા ફિચર્સ આપવામાં આવ્યાં છે.

હોન્ડાની નવી Activa-iમાં રેગ્યુલર એક્ટિવા મૉડલની તુલનામાં ખૂબજ સ્લિક ડિઝાઇન આપવામાં આવી છે. જૂના મોડલમાં આ એક્ટિવાનું વજન હળવું રાખવામાં આવ્યું છે. કંપનીએ નવી Activa-iને મહિલાઓ અને યંગ રાઇડર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે.

2018 Activa-i ગ્રાહકોને પાંચ નવા કલર ઓપ્શન્સ- કેન્ડી જેઝી બ્લૂ, ઇમ્પિરીયલ રેડ મેટાલિક, લશ મેગ્નેટ મેટાલિક, મેટ એક્સિસ ગ્રે મેટાલિક અને ઓર્ચિડ પર્પલ મેટાલિકમાં ઉપલબ્ધ હશે.

આ ન્યૂ વર્ઝન Activa-iમાં અનેક નવા ફિચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં ડ્યુઅલ ટોન કલર્સ, બૉડી ગ્રાફિક્સ, મેટાલિક મફલર પ્રોટેક્ટર, સીટ ઓપનિંગ સ્વિચ સાથે ફોર ઇન વન-લૉક અને નવુ ફ્રન્ટ આપવામાં આવ્યું છે.

સાથે જ 2018માં Activa-i માં બૉડી કલર્ડ મિરર્સ, ડાયનામિક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મોબાઇલ ચાર્જિંગ સાથે 18 લીટર સ્ટોરેજ સ્પેસ જેવા અન્ય ફિચર્સ આપવામાં આવ્યાં છે. તેમાં 109.19 સીસી, ફોર સ્ટ્રોક એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં 10 ઇંચ ટ્યૂબલેસ ટાયર્સ આપવામાં આવ્યાં છે.

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન/ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને થેન્કયુ પીએમ મોદી લખેલા બેનર લગાવવાનો આદેશ, આમને કોઈ ના પહોંચે

Pritesh Mehta

21 હજાર રૂપિયા સુધી પગાર મેળવનારાઓ માટે મોટો સમાચાર – ખરાબ સમયમાં આશ્રિતોને મળશે પેન્શનની રકમ, જાણો તેના વિશે બધુંજ

Vishvesh Dave

ટિપ્સ / શું ગર્લફ્રેન્ડ સાથેની પહેલી ડેટ પર યુવકને જ બિલ ચુકવવું જોઇઅ? જાણો એક્સપર્ટની ખાસ સલાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!