GSTV

ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અહી છે સસ્તામાં રહેવા-ખાવાની વ્યવસ્થા, જાણો કેવી રીતે કરાવશો બુકિંગ

Last Updated on August 9, 2019 by Mansi Patel

જો તમે સરકારી કર્મચારી છો અને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે પોસ્ટ ઓફિસ (Department of Posts)એ દેશભરમાં તેમના હોલિડે હોમ્સનું લીસ્ટ રજૂ કર્યુ છે. આ હોલિડે હોમ્સ (Holiday Homes) દેશનાં પોપ્યુલર ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં બનેલાં છે. અહીં રોકાવા અને ભોજનનો બંનેનો ચાર્જ કોઈ પ્રાઈવેટ હોટલ કરતાં ઘણા ઓછા છે. જોકે, તેના માટે તમારે પહેલાંથી બુકિંગ કરાવવું પડશે. Holidayhomes.nic.in પર બુકિંગની પુરી જાણકારી મળશે.

ક્યાં ક્યાં લોકેશન પર છે આ હોમ્સ

આ હોલિડે હોમ દેશનાં લોકપ્રિય ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તિરૂમાલા, કાઝીરંગા નેશનલ પાર્ક, ગુવાહાટી, રાજગીર (નાલંદા), સોમનાથ ટેમ્પલ, કુરુક્ષેત્ર, શિમલા, ડેલહાઉસી, જમ્મુ, ઉધમપુર, રાજાજીનગર, ગુરુવયુર, લોનાવાલા, ઔરંગાબાદ, મહાબળેશ્વર, ઇટાનગર, પુરી, ચંદીગઢ, ઉદયપુર, અજમેર, કન્યાકુમારી, પુડુચેરી, તામબરમ અને રામેશ્વરમમાં બનેલાં છે.

કોણ કરાવી શકે છે બુકિંગ

આ હોલિડે હોમ્સ સાંસદ, કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય કર્મચારીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના કર્મચારીઓના રોકાવા માટે છે. સાથે જ તેમના ગેસ્ટને પણ મળશે. તેના માટે holidayhomes.nic.in પર ઓનલાઈન એપ્લાય કરવું પડશે. રૂમ બુક કરાવવા માટે 30 થી 60 દિવસની અંદર અપ્લાઈ કરવાનું રહેશે. એક સરકરી કર્મચારીના નામે એક જ રૂમ બુક થઈ શકશે.

શું શુ છે સુવિધાઓ

હોલિડે હોમ્સમાં જ્યારે પણ કોઈ સરકારી કર્મચારી  અથવા તો VIP રોકાય છે તો કેરટેકર સ્ટાફ તેમને 1 ટોયલેટ સોપ, ટુવાલ, ચાદર, પિલો કવર અને ટોયલેટ પેપર રોલ ઉપયોગ કરવા માટે આપે છે. કેટરિંગ ચાર્જ અલગ છે.

કેટલું છે ભાડું

દેશભરમાં સ્થિત આ હોલિડે હોમ્સમાં MP માટે ચાર્જ માત્ર 150 રૂપિયા છે. જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 150થી 900 રૂપિયા સુધી છે. જ્યારે રાજ્યનાં કર્મચારીઓ માટે વ્યક્તિદીઠ 300 થી લઈને 2700 રૂપિયા છે.

શું હોય છે ખાસ

હોલિડે હોમ્સમાં ડોરમેટરી, 4 બેડ નોન AC રૂમ, 4 બેડ AC રૂમ, ડબલ બેડ AC રૂમ અને  VIP રૂમ હોય છે. તેમનો ચાર્જ અલગ અલગ હોય છે.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!