GSTV
Home » News » હોમિયોપેથિક દવા સાથે કરી રહ્યા હતા આ કામ, તેની સાઈડ ઈફેક્ટથી થયું મૃત્યુ

હોમિયોપેથિક દવા સાથે કરી રહ્યા હતા આ કામ, તેની સાઈડ ઈફેક્ટથી થયું મૃત્યુ

બિહારમાં બેગૂસરાયમાં નશા માટે હોમિયોપેથિક દવા પીવાથી બે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે બે જણા ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. આ ઘટના મટિહાની પોલીસ સ્ટેશન વિસ્તારના ખરીદી ગામની છે.

આ ઘટનાથી નારાજ થયેલા લોકો મટિહાની પોલીસ સ્ટેશન પાસે લાશને મૂકીને બેગૂસરાય-મટિહાની રસ્તાને બંધ કરી દીધો છે. ગ્રામીણોએ ફરિયાદ કરી છે કે રામપુર ચોક પાસે હોમિયોપેથિક દવાના રૂપમાં નશીલો સામાન વેચાઈ રહ્યો છે. ઘણી વાર પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. ગામના લોકોનું કહેવું છે કે પોલીસની લાપરવાહીના કારણે જ ગામના મુરારી રામ અને રામ બહાદુર સાહનું મૃત્યુ થયું હતું.

જ્યારે હરદેવ રામ અને બીજા વ્યક્તિની હાલત ગંભીર છે. બંનેની સારવાર પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે. આ સંદર્ભમાં મટિહાની બ્લોકના બી.ડી.ઓ. ભુવનેશકુમારે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસમાં હોમિયોપેથિક દવાઓથી વધારે પડતી માત્રામાં મૃત્યુનું કારણ જોવા મળ્યું છે. અત્યારે એફઆઈઆર કરીને દુકાનદારની ધરપકડ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને બીજી બાજુ મૃતકના સંબંધીઓને લાભ હેઠળ વળતર આપવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે બિહારમાં દારૂબંધી પછી લોકો નશાના વિકલ્પો શોધી રહ્યા હતા. આ કારણે જ લોકો નશીલી દવાઓનું સેવન કરવા લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, બિહારમાં દારૂબંધીના એક વર્ષમાં જ એક લાખથી પણ વધુ કેસ દાખલ થયા છે. જો કે દોઢ લાખથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Read Also

Related posts

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

Nilesh Jethva

મોનસુનમાં આ વસ્તુનુ ધ્યાન રાખશો તો રહેશો બીમારીઓથી દુર

Kaushik Bavishi

દેશમાં એક તરફ વરસાદી માહોલ, જ્યારે ગુજરાતના આ જિલ્લામાં મેઘ માટે તરસે છે જગતનો તાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!