જો તમારા ચહેરા પરનો ગ્લો ખોવાઈ ગયો છે અને ખીલ તેમજ ઓઈલી સ્કીનની સમસ્યા તમને પરેશાન કરી રહે છે, તો તમે એક ખાસ વસ્તુથી ચહેરા પર મસાજ કરો. તમે ઘરમાં હજાર બે વસ્તુને ભેગી કરી હોમમેડ ફેસ સ્ક્રબ તૈયાર કરી શકો છો. જો કે તમને ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ તમારો ખોવાયેલ ગ્લો પરત લાવે છે. આઓ હોમમેડ સ્ક્રબ બનાવવાની રીત જાણીએ.
ટામેટા અને ગ્રીન ટીથી કેવી રીતે બનાવવું ઘરેલુ ફેસ સ્ક્રબ
- આ વસ્તુની પડશે જરૂરત
- 1 મધ્યમ આકારનું ટામેટું
- 1 ગ્રીન ટીની બેગ
- 1 ચમચી ઓલિવ ઓઇલ

કેવી રીતે બનાવવું હોમ મેડ સ્ક્રબ
- સૌથી પહેલા ટામેટાને સારી રીતૅ ધોઈ નાખો પછી એને મેસ કરી પેસ્ટ બનાવી લો
- આ પેસ્ટમાં ઓલિવ ઓઇલ અને ગ્રીન ટી બેગથી ગ્રીન ટી કાઢી સારી રીતે ભેગું કરી લો
- લગભગ 10 મિનિટ સુધી આ પેસ્ટને આ રીતે જ રહેવા દો.
કેવી રીતે કરવું સ્ક્રબનો ઉપયોગ
- સૌ પ્રથમ તમારા ચહેરાને પાણીથી સાફ કરો.
- આ પછી, હોમમેઇડ સ્ક્રબના મિશ્રણથી ચહેરા અને ગરદનને સારી રીતે મસાજ કરો.
- તમારે સર્ક્યુલર મોશનમાં માલિશ કરવી પડશે.
- મસાજ કર્યા પછી, પેસ્ટને ત્વચા પર લગભગ 10 મિનિટ સુધી રહેવા દો.
- જ્યારે પેસ્ટ સુકાઈ જાય, ત્યારે ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો.

ટામેટા અને ગ્રીન ટીથી બનેલા હોમમેઇડ સ્ક્રબના ફાયદા
જો તમે ટામેટા અને ગ્રીન ટીમાંથી બનાવેલ આ હોમમેઇડ ફેસ સ્ક્રબનો ઉપયોગ કરો છો, તો તમને નીચેના ફાયદા મળે છે. જેમ-
- ઓઈલી ત્વચાથી રાહત આપે છે.
- ચહેરાના છિદ્રો ખુલી જાય છે.
- છિદ્રોમાંથી ગંદકી સાફ કરે છે, જેનાથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મળે છે.
- મૃત ત્વચા કોષોથી છુટકારો મેળવે છે.
Read Also
- ઓમિક્રોન વેરિઅન્ટ માટે પણ રસી બનાવવામાં આવી, બ્રિટને મોડર્નાની અપડેટ કરેલી રસી મંજૂર કરી
- બિગ ન્યૂઝ / 2002ના ચકચારી બિલ્કિસ બાનો બળાત્કાર કેસના 11 આરોપીઓને ગુજરાત સરકારે કર્યા સજા-મુક્ત, ગોધરા જેલમાં કાપી રહ્યા હતા સજા
- વિષ્ણુએ ‘અફઝલ’ બનીને મુકેશ અંબાણીને આપી હતી ધમકી, ધરપકડ બાદ થયો મોટો ખુલાસો
- મહિલાઓમાં મૂડ સ્વિંગ થવો કે પીરિયડ્સની અનિયમિતતા થાય તો ચેતી જજો, આવા લક્ષણો દેખાય તો જરૂરથી ડોક્ટરની સલાહ લઈને ટેસ્ટ કરાવી લો
- બિહારમાં ભાજપ ગોથું ખાઈ ગયો એમાં વિપક્ષે ઓવરકોન્ફીડન્સમાં ન આવવું જોઈએ