GSTV
Food Funda Life Trending

ગરમીની ઋતુમાં ઘરે બનાવો દૂધમાંથી ઠંડી ઠંડી કુલ્ફી, બાળકો ખાઈને થઇ જશે રાજી

કુલ્ફી

ઉનાળાની ઋતુમાં ખાણી-પીણીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. વધુ પડતો તળેલા ખોરાક ખાવાથી તમે બીમાર પડી શકો છો, જ્યારે ઓછું ખાવાથી પણ સમસ્યા વધી શકે છે. આ ગરમીની ઋતુમાં ઠંડક આપે તેવો ખોરાક લેવો હંમેશા વધુ સારું છે. જો તમારું શરીર અંદરથી ઠંડુ રહેશે, તો તમે ઘણી સમસ્યાઓથી દૂર રહેશો. ગરમીમાં રાહત માટે લોકો આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે. પરંતુ બજારોમાં મળતો આઈસ્ક્રીમ શરીરને નુકસાન પહોંચાડે છે. તો બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદવાને બદલે તમે ઘરે જ કુલ્ફી બનાવીને બાળકો અને પરિવારને ખવડાવી શકો છો.

સામગ્રી

દૂધ – 2 લિટર
ખાંડ – 4 થી 5 ચમચી
પિસ્તા – નાની અડધી વાટકી
કેસર – અડધી ચમચી
નાની ઈલાયચી – 8 નંગ

કુલ્ફી

બનાવવાની રીત

કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દુધ કાઢી તેને ઘટ થાય ત્યાં સુધી ધીમી આંચ પર ઉકાળો. દૂધ રાંધતી વખતે તેને હલાવવાનું ભૂલશો નહીં.

જ્યારે તે બરાબર રંધાઈ જાય, ત્યારે તેમાં ખાંડ અને પિસ્તા ઉમેરો અને સતત હલાવતા રહો. આ દરમિયાન તેમાં કેસર અને એલચી ઉમેરો. રાંધ્યા બાદ તેને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા માટે રાખો.

થોડી વાર પછી જ્યારે તે ઠંડું થઈ જાય તો તેને કુલ્ફીના મોલ્ડમાં મુકો અને સેટ થવા માટે ફ્રીજમાં રાખો. કુલ્ફી સેટ થઈ જાય એટલે તેને ઠંડી સર્વ કરો. જો ઈચ્છો તો તેની ઉપર પિસ્તા અને કેસર નાખીને સજાવી શકો છો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે બુધ-આદિત્ય યોગવાળા જાતકો, જાણો ખરેખર ક્યારે બને છે બુધ-આદિત્ય યોગ

Nakulsinh Gohil
GSTV