GSTV

Homemade Butter: ઘરે આ રીતે સરળતાથી બનાવો અમૂલ જેવું બટર, જાણી લો શું છે રીત

બટર

Last Updated on August 4, 2021 by Bansari

ઘરે માખણ બનાવવું હોય તો તમે તેને ગાય કે ભેંસના દૂધની ક્રીમ અથવા દૂધમાંથી નીકળતી મલાઇથી બનાવી શકો છો. ગાયના દૂધથી નીકળતી મલાઇમાં માખણની માત્રા ઓછી હોય છે અને તે પીળા રંગનું હોય છે. જ્યારે ભેંસના દૂધમાંથી નીકળતી મલાઇમાંથી માખણ વધુ માત્રામાં બને છે. ચાલો તમને જણાવીએ ઘરે તમે કેવી રીતે સરળતાથી અમૂલ જેવુ બટર બનાવી શકો છો.

બટર

બજાર જેવું બટર બનાવવાની આ છે રીત

  • જો તમારા ઘરમાં રોજ ફુલ ક્રીમ મિલ્ક આવતું હોય તો તેની મલાઇ ભેગી કરો.
  • 7થી 10 દિવસ મલાઇ ભેગી કરો. તે બાદ બટર કાઢતા પહેલા તેને 4થી 5 કલાક ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દો.
  • મલાઇ જ્યારે રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો તેને મિક્સર જારમાં નાંખી દો.
  • 4 કપ મલાઇમાં અડધો કપ પાણી નાંખી દો અને તે બાદ મિક્સર ચલાવી દો. થોડી જ મિનિટમાં માખણ ઉપર જમા થઇ જશે અને છાશ મિક્સરમાં નીચે રહી જશે. જો એવું ન થાય તો મિક્સરને ફરી ચલાવો જેથી માખણ એકઠુ થઇ જાય.
બટર
  • હવે એક ચમચીની મદદથી માખણ કોઇ વાસણમાં કાઢી લો.
  • આ રીતે નીકળેલા માખણમાં થોડી છાશનો ભાગ રહી જશે. માખણને બરફના ઠંડા પાણીમાં કાઢીને મૂકી દો.
  • બે-ત્રણ મિનિટ બાદ આંગળીથી લાડુની જેમ દબાવીને માખણમાંથી પાણી નીચોવી લો.
  • આ રીતે માખણમાંથી છાશ પૂરી રીતે નીકળી જાય છે અને માખણ વધુ સ્વાદિષ્ટ બને છે. આ માખણ તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. એકથી બે અઠવાડિયા સુધી તે તાજુ રહે છે.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!