GSTV
Gujarat Government Advertisement

ઘરે બેઠા 50 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 2 લાખની કમાણી, જાણો કેવી રીતે કરવી શરૂઆત

Last Updated on April 17, 2021 by Bansari

જો તમારી પાસે નોકરી નથી અથવા નોકરી નથી કરવા માંગતા. બિઝનેસ શરૂ કરવાની યોજના છે, તો આ બિઝનેસ શરૂ કરી ટૂંક સમયમાં બની શકો છો લખપતિ. સૌથી ખાસ વાત એ છે કે તેને ઘરેથી જ શરૂ કરી શકાય છે અને તેના માટે વધારે રોકાણની પણ જરૂર નથી પડતી, એટલે કે ઓછા રૂપિયામાં પણ તેને શરૂ કરી શકાય છે. આ બિઝનેસ છે- હોમમેડ પ્રોડક્ટ બિઝનેસ. એટલે કે સોસ, જામ, સ્ટોન ગ્રાઉન્ડનટ બટર, સ્પ્રેડર બનાવવાનું કામ.

બિઝનેસ

કેવી રીતે શરૂઆત કરવી

મુંબઈના રહેવાસી રોહન સોનલકર અને તેમની પત્ની રૂચિરા સોનલકર છેલ્લા બે વર્ષોથી હોમમેડ ઓનલાઇન સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. તેમણે 50 હજારથી આ બિઝનેસની શરૂઆત કરી હતી અને આજે તેમની કમાણી બે લાખ સુધી પહોંચી ગઈ છે. કપલ મુજબ આ વેપારને શરૂ કરવા માટે સૌથી પહેલા તમને હોમમેડ વસ્તુની જરૂર પડશે. જેમ કે સ્ટ્રોબેરી, હની મસ્ટર્ડ, મરચા અને પીનટ બટર, જામના પ્રોડક્ટ. તેની રેસિપી જુઓ અને તેને ઘરે બેસીને બનાવો. પ્રોડક્શનથી લઇ પેકેજિંગ સુધીના કામ ઘરે જ કરી શકાય છે. માર્કેટિંગ માટે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો. તમારી નજીકના ફંક્શન અને નાની પાર્ટીઝના ઓર્ડર લો. જો એક વખત તમારા હાથની વસ્તુ લોકોને પસંદ પડી ગઈ તો, તરત ડિમાન્ડ વધી જશે. તહેવારની સિઝનમાં કમાણી વધારે થશે. ખેડૂતો અને એનજીઓમાં કામ કરતા લોકો પાસેથી રો મટેરિયલ ખરીદી શકો છો. ત્યારબાદ તેની ક્વાલિટી જરૂર ચેક કરાવો.

તમે ઇચ્છો તો તમારા નામથી કંપની રજિસ્ટર કરાવી શકો છો. જો તમે તમારા નામથી કંપની શરૂ કરો છો, તો લાઇસન્સ લેવા માટે તમને 20થી 25 હજાર રુપિયા ચુકવવા પડશે. બાકી 20થી 25 હજાર રૂપિયા રૉ મટેરિયલ અને પેકિંગમાં ખર્ચ થશે. કુલ 50 હજારમાં તમે આ બિઝનેસને આસાનીથી શરૂ કરી શકો છો.

બિઝનેસ

ટ્રેનિંગ પણ લઇ શકો છો

પ્રોફેશનલ લેવલ પર કામ કરવા માટે ટ્રેનિંગ લેવી જરૂરી છે. તેના માટે અનેક સંસ્થાઓ છે. ઇચ્છો તો દેહરાદૂનથી ફૂડ પ્રોસેસિંગની ટ્રેનિંગ મેળવી શકો છો.

સફળતા માટે શું કરાય

રૂચિરા સોનલકર મુજબ કોઈ પણ બિઝનેસ શરૂ કરતા પહેલા માર્કેટ રિસર્ચ ખૂબ જ જરૂરી છે. જુદી-જુદી જગ્યાઓ માટે જુદી-જુદી જરૂરિયાત હોઇ શકે છે. તેથી સૌથી પહેલા જાણવું જરૂરી છે કે, તમે જ્યાં રહો છો અથવા બિઝનેસ શરૂ કરવા માંગો છો, ત્યાં કઇ વસ્તુની કેટલી ડિમાન્ડ છે. ત્યારબાદ પ્રોડક્ટ અને ક્વાલિટી પર ખાસ ધ્યાન આપો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબારથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

Damini Patel

જાણવું જરૂરી/ શું ગૌમૂત્ર અને ગાયના છાણથી કોરોનાને આપી શકાય છે મ્હાત? ડોક્ટરોએ આપી આ ગંભીર ચેતવણી

Bansari

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!