GSTV
Gujarat Government Advertisement

કોમનમેનને ઝટકો/ આવનાર સમયમાં મોંઘું થશે ઘરનું સપનું, આ કારણોસર વધી શકે છે મકાનોના ભાવ

ઘર

Last Updated on June 11, 2021 by Damini Patel

રિયલ એસ્ટેટ ડેવલપર્સની ટોચની સંસ્થા ક્રેડાઈએ ગુરૂવારે જણાવ્યું કે, સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં આવેલી તેજ વૃદ્ધિને કારણે કન્સ્ટ્રક્શન ખર્ચમાં 10-20 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિને જોતા મધ્યમથી લાંબાગાળામાં આવાસના ભાવમાં વધારાની સંભાવના છે. ક્રેડાઈના ચેરમેન સતીશ મગરે વર્ચ્યુઅલી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કોવિડ-19ની બીજી લહેરને કારણે એપ્રીલથી ઘરના વેચાણમાં ભારે ઘટાડો આવ્યો છે. તેમણે જો કે પાછલા ક્વાર્ટરની તુલનામાં એપ્રીલ-જૂન દરમિયાન અપેક્ષિત આવાસ વેચાણમાં ઘટાડાના કોઈ આંકડા નથી આપ્યા.

સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં વધારો

ક્રેડાઇના પ્રમુખ હર્ષ વર્ધન પાટોડિયાએ કહ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં મોટો વધારો થયો છે. તેથી, મધ્યમથી લાંબા ગાળાના મકાનોના ભાવોમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે ડેવલપર્સને ભાવમાં વધારો કરવાની ફરજ પડે છે, કારણ કે તેઓ બાંધકામના ખર્ચમાં થયેલા વધારાને પોતાના પર લઈ લેવાની સ્થિતિમાં નથી. એસોસિએશન દ્વારા સિમેન્ટ અને સ્ટીલના ભાવને અંકુશમાં લેવા આ અંગે અનેક વખત સરકારને પત્ર લખાયા છે.

કોરોનાની બીજી લહેર વિનાકારી રહી

આની ફરિયાદ ભારતના કોમ્પિટિશન કમિશનમાં પણ કરવામાં આવી છે. ક્રેડાઇના જણાવ્યા મુજબ, 90 ટકા રિયલ એસ્ટેટ ડેવલપર્સ માને છે કે કોવિડ -19 ની બીજી તરંગ પ્રથમ તરંગ કરતા તેમના વ્યવસાય માટે વધુ ‘વિનાશક’ રહી છે. ક્રેડાઇ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, એપ્રિલ મહિનાથી નવા રહેણાંક વેચાણ અને સંગ્રહમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે મોટાભાગના ડેવલપર્સ પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય ધરાવે છે. ડેલવપર્સને મજૂરની અછત, આર્થિક અવરોધ, મંજૂરીઓમાં વિલંબ, બાંધકામ ખર્ચ વધારવાનો અને ગ્રાહકની નબળી માંગ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.

આંતરરાષ્ટ્રીય સંપત્તિ સલાહકાર નાઈટ ફ્રેન્કના એક અહેવાલમાં જણાવાયું છે કે, જાન્યુઆરી-માર્ચ 2021 દરમિયાન વૈશ્વિક સ્તરે હાઉસિંગ પ્રાઈસ વૃદ્ધિના સંદર્ભમાં ભારત 55માં ક્રમે છે. આ જ ગાળામાં 32 ટકા ભાવ વધારા સાથે ગલ્ફ દેશ તુર્કીને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. ભારતમાં વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરની સરખામણીએ આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન ઘરના ભાવમાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો છે. નાઈટ ફ્રેન્કે ગુરૂવારે પોતાના ગ્લોબલ હાઉસ પ્રાઈસ ઈન્ડેક્સ-Q1 2021 બહાર પાડ્યો. આ ગ્લોબલી 56 દેશો અને ક્ષેત્રોના ઘરના ભાવમાં વધ-ઘટ પર નજર રાખે છે. તે અગાઉ માર્ચમાં જારી રિપોર્ટમાં ભારત 56માં સ્થાને રહ્યું હતું. હવે ભારત એક ક્રમ ઉપર આવીને 55માં સ્થાને પહોંચ્યું છે અને દુનિયાભરમાં 56 દેશોની યાદીમાં ફક્ત સ્પેનથી આગળ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અજય દેવગણની સુપરહિરો ફિલ્મમાં માનુષી છિલ્લરની એન્ટ્રી, આ એક્ટર સાથે કરશે રોમાન્સ

Bansari

ડિવોર્સ બાદ ફરી પ્રેમમાં પડી રણબીર કપૂરની આ હૉટ હિરોઇન, રિલેશનશિપને લઇને કર્યો મોટો ખુલાસો

Bansari

બિટકોઇન પર અલ સલ્વાડોરને મોટો ઝટકો,વર્લ્ડ બેન્કે અલ આ વિનંતી ઠુકરાવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!