GSTV

જાણી લો, કયા ઘરેલૂ નુસ્ખા તમને વગર કોઇ સાઇડ ઇફેક્ટ સુકી ખાંસીથી છૂટકારો અપાવશે : હાલમાં છે સૌથી મોટી સમસ્યા

વાતાવરણમાં ફેરફાર થવાથી સુકી ખાંસી થવાની સમસ્યા ઘણી સામાન્ય વાત છે. ખાણી-પીણીમાં થોડીક બેદરકારી દાખવી અથવા શરદી-ગરમીની અસર થઇ તો ખાંસી થવાની શક્યતા વધી જાય છે. જાણો, કેટલાક એવા સરળ ઘરેલૂ નુસ્ખા વિશે જે તમને સુકી ખાંસીથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે.

શું હોય છે સુકી ખાંસી?

  • સુકી ખાંસી દરમિયાન ગળામાંથી કફ નથી નીકળતા. પરંતુ ગળુ સુકાવાના અનુભવ સાથે ખાંસીની શરૂઆત થાય છે અને ગળામાં તીવ્ર બળતરા અને બેચેની થવા લાગે છે.
  • સુકી ખાંસીની સમસ્યા સૌથી વધારે રાતના સમયે પરેશાન કરે છે. કારણ કે શ્વાસની નળીમાં અને ગળામાં સોજાના કારણે સૂતા સમયે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ દરમિયાન ગળામાં ડ્રાયનેસ પણ વધી જાય છે. તેનાથી વારંવાર તીવ્ર ખાંસી આવવા લાગે છે.

સુકી ખાંસીથી રાહત મળશે

  • જ્યારે પણ તમને સુકી ખાંસી પરેશાન કરે ત્યારે તમારે તરત જ બે ચમચી મધમાં નાની ચમચીથી અડધી ચમચી મુલેઠી ચૂર્ણ મિક્સ કરીને ધીમે-ધીમે ચાટીને ખાઓ. તેનાથી તરત રાહત મળશે.
  • ખાંસીની સમસ્યા ખૂબ જ વધારે થવા પર તમે દિવસમાં ત્રણ વાર મધ અને મુલેઠીનું સેવન કરી શકો છો. પરંતુ તેનાથી પહેલા કંઇક ખાઇ લેવું જોઇએ. એટલે કે આ વિધિને જમ્યા બાદ અજમાવો તો વધારે યોગ્ય રહેશે. ખાલી પેટ મુલેઠીથી કેટલાક લોકોને પરેશાની થઇ શકે છે.

હળદર અને આદુનું દૂધ

  • એક ગ્લાસ દૂધ ગરમ કરો. જ્યારે દૂધ સરખી રીતે ગરમ થઇ જાય ત્યારે તેમાં આદુને છીણીને નાંખો અને ગોળને દૂધમાં મિક્સ કરી લો. ગોળ મિક્સ કર્યા બાદ તેમાં હળદર પાઉડર નાંખો અને દૂધને ગાળીને તરત જ ઘૂંટડે-ઘૂંટડે પી જાઓ. આ દૂધ તમને સુકી ખાંસીથી રાહત અપાવવા માટેનું કામ કરશે.
  • સુકી ખાંસીથી રાહત મેળવવા માટે તમે મધની સાથે મુલેઠી લીધા બાદ અથવા હળદર અને આદુનું દૂધ પીધા બાદ પોતાના ગળા અને છાતી પર બામ લગાવીને 20થી 30 મિનિટ માટે ચાદર ઓઢીને સૂઇ જાઓ. તેનાથી ખાંસીના કારણે છાતી પર થતાં દુખાવામાંથી રાહત મળશે.

Related posts

PAKમાં બગાવતના અણસાર, પૂર્વ પીએમ નવાજ શરીફે કહ્યું દેશમાં ચાલી રહ્યાં બે શાસનો

Mansi Patel

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

Mansi Patel

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી ભવિષ્યને બનાવો સુરક્ષિત, જલ્દી ડબલ થઈ જશે તમારા પૈસા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!