GSTV

સ્વાસ્થ્ય/ શું તમે પણ છો નસકોરાંથી પરેશાન? તો આજે જ ફોલો કરો આ ઘરગથ્થુ ટિપ્સ

Last Updated on February 12, 2021 by Pravin Makwana

સૂતી વખતે નસકોરા આવવા એ હવે એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે. જેમાં સૂતી વેળાએ શ્વાસ લેવાની સમસ્યા હોય છે. તમે જેવા ઊંઘી જાઓ છો કે તુરંત તમારા મોં અને નાકની હવાનો પ્રવાહ આંશિક રીતે અડચણરૂપ થવા લાગે છે અને એક અજીબ પ્રકારનો અવાજ આવવા લાગે છે. જો કે નસકોરા (Snoring) બોલાવનારાઓને ભલે આ વાતનો ખ્યાલ ના હોય પરંતુ તેની સાથે સૂઇ જનારી વ્યક્તિની ઊંઘ સંપૂર્ણ રીતે ખરાબ થઇ જાય છે. ત્યારે આજે અમે તમને અહીં જણાવીશું કેવી રીતે તમે તમારા નસકોરાને દૂર કરી શકો છો.

તમને ખ્યાલ હોવો જોઇએ કે, સૂતી વેળાએ નસકોરા બોલવા એ એક કુદરતી બાબત નથી. જો તે વધારે વધી જાય અથવા તો તેને વધારે દિવસો સુધી ઇગ્નોર કરવામાં આવે તો તે ખતરનાક પણ સાબિત થઇ શકે છે. એવામાં નસકોરા આવનારાએ તુરંત ડૉક્ટરને આ અંગેની જાણ કરવી જોઇએ. કારણ કે નસકોરા બોલાવવાનો સીધો સંબંધ ડાયરેક્ટ હાર્ટ (હ્રદય) સાથે હોય છે કે જે આગળ જતા હ્રદય સાથે જોડાયેલી અનેક બીમારીઓનું પણ કારણ બની શકે છે. પરંતુ જો હજી શરૂઆતના તબક્કામાં છે તો તેનો યોગ્ય ઉપાય શોધીને તેનો નિકાલ કરી શકાય છે.

snoring

વજન ઓછું કરવું ખાસ જરૂરી

નસકોરાનું કારણ સામાન્યત: ગંભીર નથી હોતું જેથી તમે તેને તમારી લાઇફસ્ટાઇલમાં સામાન્ય ફેરફાર લાવીને ખતમ કરી શકો છો. વધારે વજન હોવું એ પણ નસકોરા બોલવાનું એક કારણ હોઇ શકે છે. વધારે વજનવાળા લોકોમાં નસકોરા બોલવાની સમસ્યા સૌથી વધારે હોય છે. જો તમે તમારા જીવનમાં હેલ્ધી ફૂડની સાથે-સાથે નિયમિત રૂપમાં વર્કઆઉટને શામેલ કરો છો તો તેનાથી વજન ઓછું થશે અને નસકોરાને રોકવામાં પણ તમને મદદ મળશે.

આદુ અને મધની ચા

આદુ એક એન્ટી ઇંફ્લેમેટરી અને એન્ટીબેક્ટીરિયલ એજન્ટના રૂપમાં કામ કરે છે કે જે નસકોરાને રાહત અપાવે છે. આ એક સામાન્ય ઘરેલુ સુપરફૂડ છે કે જે અનેક હેલ્થ સમસ્યાઓ જેમ કે અપચો અને ઉધરસ, શરદી સુધીના રોગોની સારવાર કરી શકે છે. જો તમે નસકોરાની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો તો તમે દિવસમાં બે વાર આદુ અને મધની ચા પીઓ. આ એક ઉત્તમ અને ફાયદાકારક ઇલાજ છે.

અનાનસ, કેળા અને સંતરાનું સેવન કરો

જો તમારી ઊંઘની ક્વોલિટી સુધરી જાય તો નસકોરાથી તમે છૂટકારો મેળવી શકો છો. એક સારી ઊંઘ શરીરમાં મેલાટોનિનની માત્રાને વધારે છે. મેલાટોનિન હકીકતમાં, એક હોર્મોન છે કે જે આપણને ઊંઘ આપે છે. એવામાં જો તમે એવાં ખાદ્ય પદાર્થોનું સેવન કરો છો કે જેમાં વધારે માત્રામાં મેલાટોનિન હોય, જેમ કે અનાનસ, કેળા અને સંતરામાં તે ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી પણ તમને નસકોરાથી રાહત મેળવી શકો છો.

READ ALSO :

Related posts

હેલ્થ ટિપ્સ / રોજ એક ગ્લાસ દૂધમાં માત્ર એક ચપટી Aniseed ઉમેરી કરો સેવન, આ ગંભીર રોગ અને ડોક્ટર રહેશે દૂર

Zainul Ansari

Sarkari Naukari: ધો.10થી લઈને સ્નાતક સુધીના ઉમેદવારો માટે બમ્પર ભરતી, જુઓ વિસ્તૃત માહિતી

Pritesh Mehta

Hair Wash: શેમ્પૂની જગ્યાએ આ ખાસ પ્રકારની માટીથી વાળને ધોવો, ચમકવા લાગશે આપના વાળ, મળશે કેટલાય ફાયદા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!