GSTV

પીરિયડ દરમિયાન ડાયેટમાં સામેલ કરો આ ફૂડ, દુખાવાથી મળશે રાહત

પીરિયડ્સ


પીરિયડ દરમિયાન શું ખાવુ અને શું ના ખાવુ એ ખૂબ જરૂરી છે. આ સમય દરમિયાન તમારી ડાયેટ પર કેટલુંક નિર્ભર છે. માસિકસ્ત્રાવ દરમિયાન મહિલાઓને થાક, સુસ્તી અને દુ:ખાવો રહે છે.કેટલીક મહિલાઓ માટે આ દર્દને સહન કરવુ મુશ્કેલ હોય છે. જેના કારણે તે ઘણો ગુસ્સો કરવા લાગે છે. પીરિયડ દરમિયાન ચક્કર આવવા સામાન્ય વાત છે. જેથી આ દરમિયાન પોતાના સ્વાસ્થ્યને સાચવવા માટે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. યોગ્ય ડાયેટ લેવાથી ક્રેમ્પ ઓછો થવાની સાથે જ અન્ય મુશ્કેલીઓ પણ ઓછી થશે. યોગ્ય ડાયેટ લેવાથી દુ:ખાવો ઓછો થશે.

તરબૂચ:

આ સમય દરમિયાન ડાયેટમાં તરબૂચ, દહી, નારંગી, બદામ અને ડાર્ક ચોકલેટને સામેલ કરી શકાય છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહેશે. સાથે જ બોડીમાં શુગરનું પ્રમાણ પણ કંટ્રોલમાં રહેશે.

દહીં:

દહીમાં કેલ્શિયમનું પ્રમાણ હોય છે. કેલ્શિયમ હાડકા માટે ખૂબ જરૂરી છે. પીરિયડ દરમિયાન દહીં ખાવાથી શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ બેલેન્સ રહેશે. સાથે જ સોજાથી પણ રાહત રહેશે.

કેમોમાઈલ ટી પીવાથી પીરિયડ દરમિયાન ઘણી રાહત મળે છે. આનાથી મસલ્સને આરામ મળે છે. સાથે જ ક્રેમ્પને તે કમજોર કરે છે. કેમોમાઈલ ટી પીવાથી હાર્મોનલ ચેન્જ કંટ્રોલમાં રહે છે. જેના કારણે તે ગુસ્સો ઓછો કરે છે. 

ડાર્ક ચોકલેટ:

પીરિયડ દરમિયાન ડાર્ક ચોકલેટ ખાવી ઘણી ફાયદાકારક હોય છે. તેના એન્ટી ઓક્સિડેન્ટ સેરોટોનિનને વધારે છે. જેનાથી તમારો મૂડ શાંત અને હળવો રહેશે.

આ સિવાય પીરિયડ દરમિયાન વિટામિન અને આયર્ન યુક્ત પદાર્થોનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. ધ્યાન રહે કે આ દરમિયાન કેફીનથી બચવાનો પ્રયત્ન કરવો. પીરિયડ દરમિયાન કોફી પીવાથી પેટમાં એસિડની માત્રા વધે છે. જેના કારણે દુખાવો વધે છે.

Read Also

Related posts

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

Zainul Ansari

BMPT Terminator : રશિયન સેનામાં તૈનાત થઈ આગ ઓકતી સુપર પાવરફુલ ટર્મિનેટર ટેન્ક, હવે દુશ્મનોની ખેર નથી

Vishvesh Dave

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગમ્ખવાર અકસ્માતમાં કાર ચાલકનું દર્દનાક મોત, બે મહિના પહેલા જ સુરત ખાતે થયો હતો સ્થાયી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!