વરસાદની સીઝનમાં ઘણાં લોકોને વાળ ખરવાની સમસ્યા શરૂ થઇ જાય છે. તેવામાં આપણે આપણા બજેટમાંથી બહાર જઇને ઘણી એવી પ્રોડક્ટ્સ ખરીદી લઇએ છીએ, જે હેર ફૉલને ઘટાડવાનો દાવો કરે છે. પરંતુ મોટાભાગની વસ્તુઓમાં ફક્ત ભેળસેળ હોય છે, જેથી વાળ વધુ ખરાબ થઇ જાય છે.

આમ તો વાળને મજબૂત બનાવવા માટે તમારા ડાયેટમાં પ્રોટીનયુક્ત વસ્તુઓ જેવી કે-માછલી, દાળ, સ્પ્રાઉટ્સ, ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરવા જોઇએ. પરંતુ આજે અમે તમને તમારા કિચનમાં જ રહેલી કેટલીક એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશુ, જેથી વાળ ખરવાનું ખૂબ જ ઓછુ થઇ જશે. આ ઘરેલૂ નુસ્ખો માત્ર 2-4 વસ્તુઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેનાથી તૈયાર થયેલા મિશ્રણને વાળ પર લગાવવાથી સારુ પરિણામ જોવા મળશે. ચાલો તમને જણાવીએ કે આ મિશ્રણ કેવી રીતે તૈયાર થાય છે.

સામગ્રી
- આદુનો રસ- 4 ચમચી
- કાળા મરીનો પાઉડર- અડધી ચમચી
- ઓલિવ ઓઇલ-2 ચમચી
- એલોવેરા જેલ- જરૂરિયાત મુજબ
બનાવવાની વિધી
આદુને પીસીને એક વાટકીમાં તેનો રસ કાઢી લો. હવે તેમાં કાળા મરીનો પાઉડર મિક્સ કરી દો. હવે તેમાં ઓલીવ ઓઇલ અથવા તો નારિયળની તેલ નાંખીને એલોવેરા જેલ મિક્સ કરો.

લગાવવાની રીત
સૌપ્રથમ તમારા વાળને નાના-નાના ભાગમાં વહેચી દો. પછી આ મિશ્રણમાં કોટન ડૂબાડીને સારી રીતે પાથી પર લગાવો. પાથી બાદ ઉપરથી નીચે સુધી વાળની લંબાઇ અનુસાર લગાવો. જ્યારે વાળમાં સંપૂર્ણ રીતે મિશ્રણ લગાવાઇ જાય ત્યારે ચોટલી અથવા અંબોડો વાળી દો. 30 મિનિટ બાદ શેમ્પૂ કરી દો.
આદુમાં ઘણાં મિનરલ્સ હોય છે, જે હેર ફોલિકલ્સને ઉત્તેજિત કરવાનું કામ કરે છે. સાથે જ કાળા મરીને માથા પર લગાવવાથી રક્ત સંચાર વધે છે, જેથી ટાલ હોય તો પણ વાળ ઉગવા લાગે છે. ઓલિવ ઓઇલમાં વિટામીન-ઇ ભરપૂર માત્રામાં હોય છે. તે વાળને નરિશ કરે છે અને તેને ખરતા અટકાવે છે. આખરે વાત કરીએ એલોવેરા જેલની તો તેમાં અઢળક અમીનો એસિડ હોય છે. તેમાં પ્રાકૃતિક કેરેટીન હોય છે, જે હેર ફૉલને રોકીને તેને સ્મૂથ અને શાઇની બનાવે છે.
હેર ફોલ રોકવા માટે આ મિશ્રણને અઠવાડિયામાં બે વાર લગાવો. તેનાથી વાળનો રિગ્રોથ થશે અને જો વાળમાં ડેંડ્રફની સમસ્યા હોય તો તે પણ દૂર થઇ જશે.
Read Also
- જામનગરના ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાંથી ઇન્ટરનેટના ડિવાઇસની થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?