GSTV

આ 6 કારણે નાની ઉંમરમાં જ ખરવા લાગે છે વાળ, અહીં તમે વાંચશો હેરફૉલ રોકવાના ઘરેલુ ઉપાય

વાળ

Last Updated on July 27, 2021 by Pritesh Mehta

આજકાલ વાળ ખરવા પુરુષો અને મહિલાઓ બંનેને પ્રભાવિત કરતી સમસ્યા છે. આનુવંશિક કારકોની સાથે વાળ ખરવાના ઘણા કારણો પણ છે. જો તમે વાળના ખરવાથી પરેશાન છો તો તેને નિયંત્રિત કરવા માટે ઘરે સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરીને ખરતા વાળ રોકી શકાય છે. ખરતા વાળ રોકવા માટે ઘરેલુ નુસખા ઘણા અસરકારક બની શકે છે. સાથે જ વાળની વૃદ્ધિ માટે પણ ઘરેલુ નુસખા ઘણી મદદ કરી શકે છે. ખરતા વાળ, પાતળા વાળ, ગંજાપણું વગેરેને શરૂઆતથી જ રોકવા જરૂરી છે. જો તમે તમારા વાળની ગુણવત્તામાં સુધારો કરવા માંગો છો અને વાળને ખરતા રોકવા માંગો છો તો આ ઘરેલુ નુસ્ખાના વિકલ્પો પસંદ કરો.

વાળ

ખરતા વાળનું કારણ

આનુવંશિકતા, પ્રદુષણ, તણાવ, પોશાક તત્વોની ઉણપ, હોર્મોનલ ફેરફાર, રોગ અને તેની દવાઓ વગેરે વાળ ખરવાના પ્રમુખ કારણો હોઈ શકે છે.

ખરતા વાળ માટે ઘરેલુ નુસખા

વાળ

ઈંડાનું હેયર માસ્ક

પ્રોટીન સલ્ફર ઝીંક અને ફોસ્ફરસથી ભરપૂર ઈંડાની માલિશ કરવી તે ખરતા વાળ રોકવાનો સારામાં સારો ઉપાય છે. ઈંડાને કારણે વાળ મજબૂત થાય છે અને વૃદ્ધિ વધે છે.

નારિયળ સ્પા

નારિયળનું તેલ એક અક્ષીર ઉપાય છે. આ તેલમાં ફેટી એસિડ હોય છે જે તમારા વાળના મૂળને મજબૂત કરે છે અને વાળનો વિકાસ વધારે છે.

આમળા લીંબુનો રસ

આમળા તમારા વાળ મજબૂત કરવા માટે સમય પહેલા સફેદ થતા રોકવા માટેનો રામબાણ આયુર્વેદિક ઉપાય છે. વિટામિન સીથી ભરપૂર આમળા વાળના નિરવરોધ વિકાસનો વધારો કરે છે.

મેથી હેયર માસ્ક

મેથી ક્ષતિગ્રસ્ત વાળના રોમની સારવાર અને સ્વસ્થ વાળનો વિકાસ વધારે છે. હાઈ પ્રોટીન સામગ્રી વાળોને પ્રાકૃતિક પોષણ આપે છે.

એલોવેરા હેયર માસ્ક

એલોવેરા ડેન્ડ્રફ અને ખરતા વાળની સારવાર માટે એકે શક્તિશાળી ઉપાય છે. ઠંડક આપતો આ છોડ ખરતા વાળ પણ અટકાવે છે. ખોડો શાંત કરે છે અને વધારે પડતા તેલના સ્ત્રાવને પણ રોકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!