GSTV
Gujarat Government Advertisement

નોર્મલ ડિલિવરી બાદ આખા શરીરમાં થાય છે દુખાવો? અહીં વાંચો ઘરેલુ ઉપાય

ડિલિવરી

Last Updated on September 28, 2020 by Arohi

ડિલિવરીનો દુખાવો આખા શરીરને હચમચાવી દે છે અને ત્યાર બાદ પણ શરીરમાં ઘણા ફેરફાર આવી જાય છે. આ દુખાવો એ વાતનો સંકેત આપે છે કે શરીર પહેલા જેવી સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ડિલિવરી બાદ ટાંકા વાળી જગ્યા પર દુખાવો અસહ્ય હોય છે અને બ્રેસ્ટમાં સ્તનપાન કરાવતી વખતે દુખાવો થાય છે. આ ઉપરાંત ડિલિવરી બાદ આખા શરીરનો દુખાવો પણ રહે છે અને અમે તમને પ્રસવ બાદના દુખાવાને દુર કરવાના ઘરેલુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શરીર દુખતું હોય તો તેનો ઘરેલુ નસખો છે ગરમ શેક

ડિલિવરી

ગરમ પાણીના શેકથી દરેક પ્રકારના દુખાવામાં રાહત મળે છે. જો તમને ડિલિવરી બાદ દુખાવો થાય છે તો નવશેકા પાણીથી નહીં લો. ગરમ પાણી પેટ દર્દ અને ગર્ભાશયના દર્દને પણ ઓછુ કરવાની ક્ષમતા રાખે છે. તેનાથી આખા શરીરમાં રસ્ત પ્રવાહ સારો થાય છે. ટાંકા વાળા ભાગની પણ ગરમ પાણીથી  સફાઈ કરો. તમે ગરમ પાણીને ગરમ થેલીમાં ભરીને દુખાવો થતો હોય તેવી જગ્યા પર શેક કરી શકો છો અથવા તો હલકા ગરમ પાણીથી નહાઈ પણ શકો છો.

શરીરના દુખાવાનો ઘરેલુ નુસ્ખો છે આદુ

ડિલિવરી

આદુ ફાઈટોકેમિસ્ટ્રીથી ભરપુર હોય છે જે સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. તેના ગુણોના લીધા સોજા અને દર્દને ખતમ કરવાની ક્ષમતા રાખે છે. 1થી 2 ઈંચનું આદુ લો, એક કપ પાણ અને મધ લો. પાણીમાં આદુ નાખો અને આ પાણીને ઉકાળી લો. પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરી પાણીને ગાળી લો અને તેમાં મધ મિક્ષ કરી લો. આ પાણીને હલકુ ગરમ હોય ત્યારે જ પી લો. દિવસમાં બેથી ત્રણ વખત આ પાણીને પી લો.

વરીયાળીનું પાણી

ડિલિવરી

વરીયાળીના પાણીમાં દર્દ નિવારક ગુણ હોય છે જે ડિલિવરી બાદ થતા દર્દથી છુટકારો આપવામાં મદદ કરે છે. બે કપ પાણીમાં બે ચમચી વરીયાળીના પાણીને ઉકાળી લો. જ્યારે પાણી થોડુ ગરમ થઈ જાય તો તેમાં મધ મિક્ષ કરીને તેનું સેવન કરો. આ નુસ્ખો દુખાવાથી તો રાહત આપશે જ પણ સાથે સાથે તમારા પાચન તંત્રને પણ મજબૂત કરશે.

માલિશ

ડિલિવરી

કોઈ પણ દુખાવાને ઓછો કરવા અને સ્નાયુઓને મજબૂત કરવાનો સૌથી સરળ અને અસરકારક નુસ્ખો છે માલિશ. તમે ઈચ્છો તો સરસવના તેલથી માલિક કરાવી શકો છો. સરસવનું તેલ માંસપેશિઓ અને હાડકાઓને મજબૂતી આપે છે. આમ પણ ડિલિવરી બાદ માલિશ કરવાની સલાહ આપવામાં આવે છે અ તેનાથી શરીરનો દુખાવો દુર થાય છે.

સિંધાલૂણ

ડિલિવરી

સિંધાલૂણ એટલે કે સિંધવ મીઠામાં સોજાને ઓછા કરવાના ગુણ હોય છે જે શરીરના દુખાવા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે. એક ટબમાં નવશેકુ પાણી ભરો અને તેમાં એક કપ સિંધવ મીઠુ નાખો. આ પાણીમાં 20થી 30 મિનિટ સુધી બેસો. એક દિવસ છોડીને એક દિવસ આ ઉપાય કરો.

આરામ

ડિલિવરી

શરીરના દુખાવાને દુર કરવા માટે આરામ કરવો ખૂબ જરૂરી છે. ત્યાં જ ડિલિવરી સમયે શરીરના દરેક સ્નાયુઓ ખેચાઈ જાય છે આ કારણે શરીરમાં દુખાવો થાય છે. ડિલિવરી બાદ મહિલાઓને અમુક દિવસો સુધી ફક્ત આરામ કરવો જોઈએ જેથી શરીર જલ્દી રિકવર કરી શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt

હાર સ્વીકારી/ યોગી સાથે સારા સંબંધો સાબિત કરવા મોદી યુપી જશે, રાજ્ય હાથમાંથી જવાનો લાગ્યો છે ડર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!