નિસ્તેજ ત્વચાના નિખાર માટે ઘરે બનાવો ચારકોલ માસ્ક

આપણે બધાએ ચારકોલ માસ્ક વિષે સાંભળ્યુ જ હશે. ચહેરા પરની ખૂબસૂરતી પાછી મેળવવા માટે તથા ચહેરા પર થતાં બ્લેકહેડ્સ તથા વ્હાઇટહેડ્સ દૂર કરવા માટે ચારકોલ માસ્ક નો ઉપયોગ કરવામાં આવે છે

ચારકોલ માસ્ક ખૂબ જ ઉપયોગી બને છે. તો આજે અમને તમને જણાવીશું ચારકોલ માસ્ક ઘરે કઈ રીતે બનાવી શકીએ.

પીલ ઓફ માસ્ક બનાવા માટે :

સૌ પ્રથમ આપણે ૩ ઍક્ટિવટેડ ચારકોલ કેપ્સ્યુલની જરૂર પડશે.આ કેપસુલમાં વિટામિન ઓઇલ તેમજ મુલતાની માટી અને મધ ઉમેરી પેસ્ટ ત્યાર કરો આ પેસ્ટમાં થોડું પાણી ઉમેરી ચહેરા પર લગાવો ત્યારબાદ તેને ૧૦ મીનટ સુધી ચહેરા પર રાખો ત્યારબાદ તેને ઠંડા પાણીથી સાફ કરી લો.

ખીલથી છુટકારો મેળવવા માટે :


ખીલથી છૂટકરો મેળવવા માટે એલોવેરા જેલ ,એક ચમચી હળદર અને એક કેપસુલ ઍક્ટિવટેડ ચારકોલ મેળવી પેસ્ટ ત્યાર કરો તેમાં થોડું પાણી ઉમેરી ફેસપેક ને ચહેરા પર લગાવી ત્યારબાદ તેને ઠંડા પાણી થી સાફ કરી લો. આ પ્રક્રિયા ૧ અઠવાડિયું કરવાથી ખીલ ઓછા થઈ જશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter