GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

6 રાજ્યોના પ્રવાસીઓ માટે 14 દિવસ હોમ ક્વોરેન્ટાઈન ફરજિયાત, ગુજરાતીઓને પણ નહીં મળે લાભ

કોરોનાના પ્રસારને રોકવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉનના ચોથા તબક્કામાં 25 મેથી દેશભરમાં હવાઇ સેવા શરૂ થવા જઈ રહી છે. જોકે, કોરોના સંકટ હજી પૂરૂ થયું નથી. સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, ઘણા રાજ્યોએ ફ્લાઇટ અથવા ટ્રેન દ્વારા પરત આવતા મુસાફરોને ક્વોરન્ટાઈન રાખવા માટે વિવિધ નિયમો બનાવ્યા છે.

મુસાફરી પહેલાં નિયમો જાણવા જરૂરી

ક્વોરેન્ટાઇન અવધિની સમયસીમા છે. આવી સ્થિતિમાં, બધા મુસાફરોએ તેમના મુકામની મુસાફરી કરતા પહેલા તે રાજ્યોના નિયમો જાણવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને તમિળનાડુથી કર્ણાટકની ફ્લાઈટ લેવાના હોય તો તમારે ત્યાં ઇન્સ્ટિટ્યુશનલ ક્યુરેન્ટાઇનમાં 14  દિવસ રોકાવું પડશે. તે પછી કોવિડનું પરીક્ષણ કરવામાં આવશે. જો પરિણામ નેગેટિવ હોવાનું જણાયું છે, તો તમારે આગામી 7 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આ જ રીતે તમામ રાજ્યોએ ક્વોરન્ટાઈન રહેવાના નિયમો બનાવ્યા છે. અને ઘણા રાજ્યોએ આ અંગેના નિયમો અંગે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.

મુસાફરો માટેની માર્ગદર્શિકા જારી

જો કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ મુસાફરો માટેની માર્ગદર્શિકા જારી કરતી વખતે તાજેતરમાં કહ્યું હતું કે આ મુસાફરોને ક્વોરન્ટાઈન થવાની જરૂર નથી કારણ કે ફ્લાઇટમાં મુસાફરી કરવામાં બહુ ઓછો સમય લાગે છે. ત્યારે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ગંતવ્ય રાજ્યો દ્વારા લાગુ કરાયેલા નિયમો આ મુસાફરોને પણ લાગુ પડશે અને તેઓએ તેનું પાલન કરવું પડશે.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!