GSTV
Home » News » નફ્ફટ પાકિસ્તાન: છેલ્લા 7 વર્ષમાં 5 હજાર વખત કર્યુ ફાયરિંગ, ગૃહ મંત્રાલયનો મોટો ખુલાસો

નફ્ફટ પાકિસ્તાન: છેલ્લા 7 વર્ષમાં 5 હજાર વખત કર્યુ ફાયરિંગ, ગૃહ મંત્રાલયનો મોટો ખુલાસો

સરહદ પર છેલ્લા 7 વર્ષમાં ગોળીબાર અને સીઝફાયર ઉલ્લંઘનની અનેક ઘટનાઓ બની છે. જો કે આ મામલે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલય

આ મામલે ગૃહ મંત્રાલયનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ સાત વર્ષ દરમિયાન ક્રોસ બોર્ડર ફાયરિંગ અને સીઝફાયર ઉલ્લંઘનના 6942 કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઘટનાઓમાં 90 સુરક્ષાકર્મી શહીદ થયા અને 454 ઘાયલ થયા. આ જાણકારી ભારત સરકાર આપવામા આવી હતી.

મળતી માહિતી પ્રમાણે વર્ષ 2013થી ઓગષ્ટ 2019 દરમિયાન જમ્મુ કાશ્મીર સ્થિત લાઈન ઓફ કંટ્રોલ(LoC) અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 6942 ક્રોસ બોર્ડર ગોળીબાર અને સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓ થઈ છે. એક્ટિવિસ્ટ દ્વારા આ માહિતી માગવામા આવી હતી. જેમાં વર્ષ 2013થી અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવેલા હુમલા અને ગોળીબારની જાણકારી તેમજ ઘટનાઓમાં શહીદ અને ઘાયલ થયેલા સુરક્ષાકર્મીઓની જાણકારી પણ માંગી હતી.

ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મહિતીમાં તે પણ જણાવાયું કે, આ સમયગાળા દરમિયાન સેના તથા BSFના 90 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે જ્યારે 454 ઘાયલ થયા. સૌથી વધારે ઘટના 2018માં 2140 થઈ, તે સિવાય ઓગષ્ટ 2019 સુધીમાં 2047 અને વર્ષ 2017માં 971 હુમલા થયાં, વર્ષ 2013માં 347 અને 2014માં 583 હુમલા થયાં હતા.

READ ALSO

Related posts

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

Mayur

આ દિવાળીમાં ફટાકડાઓનું થઈ જશે સૂરસૂરિયું, હવામાન વિભાગે ગુજરાતમાં દિવાળીના દિવસે જ વરસાદની આગાહી કરી

Mayur

ફરિવાર ચર્ચામાં આવી પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા માટે મતદારોએ કરી પડાપડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!