GSTV
Home » News » ગૃહ મંત્રાલયનો ઘટસ્ફોટ : CAA પ્રદર્શન પાછળ દેશવિરોધી તાકાતોનો હાથ, કરોડો રૂપિયા વહેંચાયા

ગૃહ મંત્રાલયનો ઘટસ્ફોટ : CAA પ્રદર્શન પાછળ દેશવિરોધી તાકાતોનો હાથ, કરોડો રૂપિયા વહેંચાયા

કટ્ટરવાદી અને વિવાદાસ્પદ ઈસ્લામિક સંગઠન પોપ્યુલર ફ્રંટ (PFI) બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક મોટો ખુલાસો કર્યો છે, તેના જણાવ્યા અનુસાર પીએફઆઈએ કબિલ સિબ્બલ, ઈંદિરા જયસિંહ, જયંત દવે સહિત દેશના ઘણા જાણીતા-અજાણ્યા વકીલોને કરોડો રૂપિયા આપ્યા છે.

પીએફઆઈની ઘણી ઓફિસો ખૂલી

તો નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્ષનો દરમિયાન દેશનાં ઘણાં શહેરોમાં હિંસા ભડકાવવાના આરોપી અને ઘણાં રાજ્યોમાં પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના દિલ્હીના શાહીન બાગ ધરણાંથી એક ચોંકાવનારી લિંક પણ જોવા મળી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ વિસ્તારમાં પીએફઆઈની ઘણી ઓફિસો ખૂલી છે. તેમાંથી ત્રણની પુષ્ટિ થઈ ગઈ છે. જેમાંથી કેટલીક ઓફિસો તો ધરણા સ્થળની ખૂબ જ નજીક ખોલવામાં આવી છે.

PFI અને તેમના યૂનિટ્સના અકાઉન્ટમાં 120 કરોડ

શાહીન બાગમાં ચાલી રહેલ નાગરિકતા કાનૂનનાં વિરોધ પ્રદર્ષનમાં સમર્થનમાં આપવા માટે પીએફઆઈ તરફથી ઘણાં બેન્ક અકાઉન્ટ ખોલવાની પણ વાત જાણવા મળી છે. તપાસ દરમિયાન પીએફઆઈનાં આવાં 73 અકાઉન્ટની જાણકારી મળી છે. જેમાં પીએફઆઈનાં 27 અને તેની સાથે સંકળાયેલ યૂનિટ રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF) નાં 9 સહિત પીએફઆઈનાં 17 અલગ-અલગ યૂનિટોનાં 37 અકાઉન્ટમાં બે-ત્રણ દિવસમાં જ 120 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

પીએફઆઈનાં અકાઉન્ટથી ઘણા મોટા વકીલોને પૈસા મોકલવામાં આવ્યા

આશ્ચર્યની વાત એ છે કે, બેન્ક અકાઉન્ટમાંથી બે-ત્રણ દિવસોમાં ખૂબ જ મામૂલી રકમને બાકી રાખીને બાકીના બધા જ પૈસા ઉપાડી પણ લેવામાં આવ્યા છે. ખુલાસો થયો છે કે, પીએફઆઈનાં અકાઉન્ટથી ઘણા મોટા વકીલોને પૈસા મોકલવામાં આવ્યા છે. આ વકીલોમાં કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને ઈંદિરા જયસિંહનાં નામનો પણ સમાવેશ થાય છે. આ દસ્તાવેજ અમારી પાસે છે.

યૂપીના ઘણા જિલ્લાઓમાંથી ભેગી કરવામાં આવી રકમ

ખુલાસા અનુસાર પીએફઆઈના અકાઉન્ટમાંથી કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલને 77 લાખ રૂપિયા, ઈંદિરા જયસિંહને 4 લાખ, દુષ્યંત દવેને 11 લાખ અને એનઆઈએની ચાર્જશીટમાં નામ મેળવનાર અબ્દુલ સમરને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, આ રકમ યૂપીના બહરાઇચ, બિજનૌર, હાપુડ, શામલી, ડાસના જેવી જગ્યાઓથી ભેગા કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આ અંગે જણાવ્યું છે કે, પીએફઆઈ બાબતે જે પણ ટ્રાન્જેક્શન થયાં છે, સંબંધિત એજન્સીઓ તેની તપાસ કરી રહી છે અને તપાસ માટે કામ કરી રહી છે. જો કોઇ ખાસ દિવસે આ ટ્રાન્જેક્શન થયાં હશે તો એ તપાસનો વિષય છે.

Read also:

Related posts

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!