GSTV

મોબ લિંચિંગ પર સખ્તીની તૈયારીઓ, સંસદમાં કેન્દ્રે જણાવ્યું હાલના કાયદાનો રિવ્યૂ યથાવત! મૉબ લિન્ચિંગને રોકવા મામલે સરકાર ગંભીર

Last Updated on July 28, 2021 by pratik shah

દેશના વિવિધ હિસ્સાઓમાં લિંચિંગ સંબંધિત ઘટનાઓ થતી હોવાના એહવાલો સામે આવતા રહે છે. લિચિંગ સાથે જોડાયેલી ઘટનાઓ પર કાર્યવાહી મુદ્દે બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં લેખિતમાં જવાબ આપ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સરકાર દ્વારા વર્તમાન ક્રિમિનલ લૉને સમીક્ષા કરવામા આવી રહી છે. વર્તમાન કાયદાની સમીક્ષા એ રીતે કરવામા આવી રહી છે કે લિંચિંગ જેવી સ્થિતિ અનુસાર તૈયારી કરી શકાય. સરકારનો એવો પ્રયાસ છે કે, સમાજના દરેક વર્ગને ચોક્કસ સમયગાળામાં ન્યાય અપાવી શકાય.

રાજ્યસભામાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સરકારનો એવો પ્રયાસ છે કે, સમાજમાં એક એવો લીગલ સેક્શન બનાવવામાં આવે, જે સામાન્ય લોકો માટે સરળ હોય. આ ઉપરાંત સરકાર ફેક ન્યૂઝ અને અફવાહોને અટકાવવા પણ સિસ્ટમ મજબૂત કરી રહી છે. ખાસ કરીને એવા ખોટા સમાચાર અને અફવાહ જે ભીડને ઉશ્કેરવા અને લિચિંગ જેવી ઘટનાઓ માટે જવાબદાર બનતી હોય છે.

  • મૉબ લિન્ચિંગને રોકવા મામલે સરકાર ગંભીર: કેન્દ્ર
  • હાલના કાયદાની સમીક્ષા કરવામા આવી રહી છે: કેન્દ્ર
  • સમાજના તમામ વર્ગને ન્યાય મળે તેવો સરકારનો પ્રયાસ: કેન્દ્ર
  • ફેક ન્યૂઝ-અફવાહને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યાં

ખોટા સમાચાર અને અફવાહ જે ભીડને ઉશ્કેરવા અને લિચિંગ જેવી ઘટનાઓ માટે જવાબદાર

રાજ્યસભામાં સાંસદ મનોઝ કુમાર ઝાએ સવાલ કર્યો હતો કે, શું સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર હેટ ક્રાઈમ, મૉબ લિન્ચિંગ સાથે જોડાયેલા કાયદામાં ફેરફાર કર્યા છે કે નહીં. મનોજ ઝાએ સરકાર પાસે હેટ ક્રાઈમ અને મૉબ લિન્ચિંગની ઘટનાઓના આંકડા પણ માંગ્યા હતાં. કાયદામાં બદલાવ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!