GSTV
Home » News » ગેરકાયદેસર રહેતા રોહિંગ્યા મુસ્લિમોની કરો હકાલપટ્ટી : ગૃહ મંત્રાલય

ગેરકાયદેસર રહેતા રોહિંગ્યા મુસ્લિમોની કરો હકાલપટ્ટી : ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા રોહિંગ્યા મુસ્લિમોની ઓળખ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા રોહિંગ્યાની ઓળખ કરી બહાર કાઢવામાં આવે.

એડવાઈઝરીમાં રોહિંગ્યા મુસ્લિમોથી ખતરાની વાત કહેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો ઉઠાવાયા બાદ એડવાઈઝરી સામે આવી છે. મહત્વપૂર્ણ છે કે આતંકવાદી સંગઠન રોહિંગ્યા મુસ્લિમોનને ભારત વિરુદ્ધ આતંકવાદી ઘટનાઓમાં ઉપયોગ કરે તેવી ભીતિ વ્યક્ત કરાઈ છે.

હાલમાં ભારતમાં ગેરકાયદેસર રીતે 40000થી વધારે રોહિંગ્યા મુસ્લિમો અલગ-અલગ રાજ્યોમાં વસવાટ કરી રહ્યા છે. રોહિંગ્યા મુસ્લિમો મોટાભાગે જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં વસવાટ કરે છે. ભારતમાં સૌથી વધારે રોહિંગ્યા મુસ્લિમ જમ્મુમાં વસવાટ કરે છે અને તેમની અહીં અંદાજે સંખ્યા 10000 છે.

Related posts

ઠપકો આપ્યો તો બાળકોને આવ્યો ગુસ્સો, ભેગા મળીને ક્લાસમાં જ કરી નાંખી ટીચરની ધોલાઇ

Bansari

થઈ જાઓ તૈયાર! અયોધ્યા બાદ આવતીકાલે સુપ્રિમ કોર્ટ આપશે 2 મહત્વપૂર્ણ ચૂકાદા

Mansi Patel

મહારાષ્ટ્રમાં લાગ્યું રાષ્ટ્રપતિ શાસન, હવે શિવસેના BJP, NCP સામે ખુલ્લા છે આ રસ્તા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!