GSTV

રાહતના સમાચાર / ગૃહ મંત્રાલયે હવે ભારતમાં દરેકને આવવાની આપી છે છૂટ, માત્ર આ લોકો જ નહીં કરી શકે એન્ટ્રી

Last Updated on October 22, 2020 by Mansi Patel

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે કોરોના ગાઈડલાઈન્સમાં સંશોધન કરતા વિદેશથી આવનારા લોકોને મંજૂરી આપી છે. સરકારે ઈલેકટ્રોનિક, પર્યટન અને ચિકિત્સા ક્ષેણીઓને છોડીને તમામ વીઝા તાત્કાલીક રૂપથી મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે પર્યટક વીઝા છોડીને તમામ ઓસીઆઈ, પીઓઈ કાર્ડ ધારકો અને અન્ય વિદેશી નાગરિકોને કોઈ પણ ઉદ્દેશ્યથી ભારત આવવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ પ્રમાણે, ચિકિત્સા ઉપચાર માટે ભારત આવવા માટે ઈચ્છુક વિદેશી નાગરિકો મેડિકલ વીઝા માટે મેડિકલ એટેન્ડેટ સહિતના કાગળો સાથે અરજી કરી શકે છે.

સરકારે હજુ આ ત્રણ કેટેગરીના વીઝાને નથી આપી મંજૂરી

ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીથી ઉત્પન્ન સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ફેબ્રુઆરી, 2020થી આંતરરાષ્ટ્રીય યાત્રિકોના આવાગમન ઉપર કડક પગલા ઉઠાવ્યાં હતાં. સરકારે હવે ભારતમાં પ્રવેશ કરવા માટે કે બહાર જવા માટે ઈચ્છુક વિદેશી નાગરિકો અને ભારતીય નાગરિકોની વિવિધ ક્ષેણીઓ માટે વીઝા અને યાત્રા પ્રતિબંધોમાં છુટછાટ આપવાનો નિર્ણય કર્યો છે. જે હેઠળ સરકારે ઈલેકટ્રોનીક વીઝા, ટુરીસ્ટ વીઝા અને મેડિકલ વીઝાને છોડીને તમામ વીઝાને તાત્કાલીક રૂપે મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. જો આવા વીઝાની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તો ઉપરમની ક્ષેણીઓના તાજા વીઝા ભારતીય મિશન કે સંબંધિત પોસ્ટથી પ્રાપ્ત કરી શકાય છે.

ચિકિત્સા માટે ભારત આવતા નાગરિકોને કરવી પડશે આ અરજી

ચિકિત્સા ઉપચાર માટે ભારત આવવા માટે ઈચ્છુક વિદેશી નાગરિક પોતાની ચિકિત્સા પરિચારકો સહિત, એક ચિકિત્સા વિઝા માટે નવા પ્રકારે અરજી કરી શકે છે. તે માટે આ નિર્ણય વિદેશી નાગરિકોને વિવિધ ઉદ્દેશો જેવા કે વ્યવસાય, સંમેલન, રોજગાર, અધ્યયન, અનુસંધાન, ચિકિત્સા વિગેરે માટે ભારત આવવા માટે મંજૂરી આપશે. તમામ યાત્રિકોને કોરોનાને લઈને સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના દિશાનિર્દેશોનું કડકાઈથી પાલન કરવાનું રહેશે.

કોરોના પ્રકોપ બાદ તમામ પ્રકારની ફ્લાઈટો ઉપર પ્રતિબંધ

ફેબ્રુઆરીમાં કોરોના વાયરસ મહામારીના પ્રકોપ બાદ વીઝા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. 25 માર્ચના રોજ દેશવ્યાપી લોકડાઉન લાગુ થયા બાદ કોમર્શિયલ ફ્લાઈટનું સંચાલન પ્રતિબંધિત કરી દેવાયું હતું. જો કે, સરકાર કેટલીક ક્ષેણીઓ ઓસીઆઈ અને પીઆઈઓ કાર્ડધારકોને અને તે ભારતીયોને વંદે ભારત મિશન હેઠળ એર ઈન્ડિયાની ફ્લાઈટોની સીમિત સંચાલનની મંજૂરી આપી રહી છે. જે જુનથી કોવિડ-19ના પ્રકોપના કારણે ફસાયેલા હતાં.

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!