દિલ્હીમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસાના બનાવો બનતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હીમાં અર્ધસૈનિક બળોની તૈનાતીનો આદેશ આપી દીધો છે. MHA ઉપરાંત વધારાની 15 પેરામિલિટ્રીની ટુકડીઓન બોલાવવાનો આદેશ આપી દીધો છે. આ સાથે જ દિલ્હી પોલિસ કમિશ્નરને ઉપદ્રવીઓ સાથે નિપટવા માટે સખત એક્શનના આદેશ આપ્યા છે. દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસક ઘટનાઓને દરેકે વખોડી છે. આઈટીઓ પરથી તમામ ખેડૂતો પોતાના સ્થાને બોર્ડર પર પરત આવી ગયા છે. ITO પર ભારે સંખ્યામાં પોલિસ બળ તૈનાત કરી દેવામાં આવ્યું છે. તો હરિયાણામાં હાઈએલર્ટ જાહેર કરાયું છે. હરિયાણા ડીજીપીએ સખ્તાઈ દેખાડી છે. અને ઉપદ્રવીઓને દંગલખોરોને પકડવાના આદેશ આપ્યા છે. કેટલાક ઉપદ્રવીઓને લીધે ખેડૂત આંદોલનને વગોવવાના પ્રયાસો થયાનું ખેડૂત નેતાઓનું કહેવું છે.

દિલ્હીની ટ્રેક્ટર રેલીમાં ઘાયલ થયેલા 18 પોલિસ કર્મીઓની હોસ્પિટલમાં દાખલ, એકની સ્થિતિ અતિ ગંભીર
ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા દરમિયાન 18 પોલિસ કર્મચારીઓ ઘાયલ થયા છે. તેઓને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘાયલ પોલિસ કર્મચારીમાં એકનીસ્થિતિ નાજુક બતાવાઈ રહી છે. હાલમાં ગૃહ મંત્રાલયેલ દિલ્હીમાં પેરામિલિટ્રીની 15 કંપનીઓ ઉતારી દીધી છે. જેમાં 10 CRPF અને 5 અન્ય પેરામિલિટ્રી ફોર્સ હશે. સરકારે દિલ્હીમાં 1,500 જવાનોને તૈનાત કરી દેવાનો નિર્ણય લીધો છે.

પોલિસે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા સંયમથી કામ લીધું
દિલ્હીમાં કાઢેલી ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા મામલે ગૃહમંત્રી અમિતશાહે બેઠક બોલાવી હતી. જે બે કલાક સુધીચાલુ રહી હતી. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાબતે પોલિસ નિવેદન જારી કર્યું છે. પોલિસ તરફથી કહેવાયું છેકે પોલિસે ખેડૂતો સાથે નક્કી કરેલી શરતો મુજબ કામ કર્યું અને આવશ્યક બંદોબસ્ત ગોઠવ્યો હતો. દિલ્હી પોલિસે ખૂબ સંયમ રાખ્યો છે. છતાં આંદોલનકારીઓએ પોતાના નિશ્ચિત સમય પહેલા પોતાની રેલી ચાલુ કરી દીધી, અને હિંસા અને તોડફોડનો માર્ગ પસંદ કર્યો હતો. જેના માટે પોલિસે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખવા સંયમથી કામ લીધું છે. આ આંદોલનથી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે. કેટલાય પોલિસ કર્મી ઘાયલ થયા છે.

2 કલાક સુધી તાકિદની બેઠક બોલવાઈ
ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયે તાકિદની બેઠક બોલાવી જેમાં કેટલાય અધિકારીઓ શામેલ હતા. દિલ્હીમાં હાલની સુરક્ષાને લઈને આ બેઠક થઈ રહી છે. આ વચ્ચે ખેડૂતો લાલ કિલ્લાથી પરત સિંધુ બોર્ડર તરફ વળી રહ્યા છે. સંયુક્ત કિસાન મોર્ચા તરફથી મળેલા આદેશ પછી ખેડૂતો પરત સિંધુ બોર્ડર પર જઈ રહ્યા છે.
ખેડૂત આંદોલનમાં કેટલાક અસામાજીક તત્ત્વોની ઘૂસણખોરીને વખોડી
સંયુક્ત કિસાન મોર્ચા તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, અમારા તમામ પ્રયાસો છતાં કેટલાક વ્યક્તિઓએ માર્ગનું ઉલ્લંઘન કરીને નિંદનીય કૃત્ય કર્યું છે. અસામાજીક તત્ત્વોની ઘૂસણખોરી કરી. પરંતુ આંદોલન શાંતિપૂર્ણ રહ્યું. અમે દેશને કહ્યું કે શાંતિ અમારી તાકાત છે અને હિંસા એવા આંદોલનને નુકસાન પહોંચાડે છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે આજે પરેડમાં ભાગ લેવા માટે તમામ ખેડૂતોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તે ઘટનાઓની નીંદા પણ કરીએ છીએ. જે આજે થઈ છે. આવા કાર્યોમાં ઘૂસી જનારાઓથી પોતાની જાતને અલગ કરી લેવી જોઈએ.
બોર્ડર પર રાત્રે 2 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ
જણાવી દઈએ કે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ તરફથી ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યો કે તો પરત સિંધુ બોર્ડર પહોંચી જાય. સિંધુ બોર્ડર, ગાઝીપુર બોર્ડર, ટીકરી બોર્ડર, મુકરબા ચોક અને નાંગલોઈમાં ઈન્ટરનેટ સેવા રાત્રે 1.59 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોની ટ્રેક્ટર પરેડ તેના નિયત રુટથી હટીને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. આ દરમ્યાન ઠેરઠેર દિલ્હી પોલીસ અને ખેડૂત પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ પહેલા આઇટીઓ વિસ્તાર પર સ્થિતી વધુ વણસી. અહીં પોલીસના જવાનો અને ખેડૂતો આમને સામને આવી ગયા જેના કારણે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો. પ્રદર્શન કરી રહેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિઅર ગેસના સેલ પણ છોડ્યા. આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા પોલીસના વાહનોને પણ નિશાન બનાવાયા તો અનેક બસોમાં પણ મોટા પાયે તોડફોડ આચરવામાં આવી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- બાલાકોટ એરસ્ટ્રાઈક : આજના દિવસે બે વર્ષ પહેલાં ભારતે પુલવામા હુમલાનો લીધો હતો બદલો, 1,000 કિલોના વરસાવ્યા હતા બોમ્બ
- સ્ટડિ/ રિસર્ચમાં સ્વાસ્થ્ય અંગે થયો ચોંકાવનારો ખુલાસો, વહેલા સુવાથી વધી શકે છે હાર્ટ એટેકનું જોખમ
- અમેરિકાએ એવું તો શું કર્યું કે શેરબજારમાં આવ્યો 1487 પોઈન્ટનો કડાકો : સેન્સેક્સ 50 હજારથી નીચે, રોકાણકારોના કરોડો ડૂબ્યા
- ખાસ વાંચો / જો તમે પણ બેંક લોકરમાં રાખો છો આ કીંમતી સામાન તો જરૂરથી કરો આ કામ, નહિ તો થશે મોટુ નુકશાન
- જરૂરી માહિતી/ ક્યારેય નહિ કપાય તમારી સેલરીમાંથી ટેક્સ, નોકરિયાતો અપનાવો આ 7 સરળ રીત