GSTV
Home » News » મત ગણતરી વખતે હિંસાની આશંકા, ગૃહ મંત્રાલયે રાજ્યોને કર્યા એલર્ટ

મત ગણતરી વખતે હિંસાની આશંકા, ગૃહ મંત્રાલયે રાજ્યોને કર્યા એલર્ટ

ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM) બાબતે સર્જાયેલા વિવાદથી ગુરુવાર થનારી લોકસભા ચુંટણીની મત ગણતરી દરમિયાન હિંસા કે ગરબડ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ કર્યા છે. તે ઉપરાંત કેટલાંક તત્વો દ્વારા હિંસા ભડકાવતા નિવેદનોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને મત ગણતરીના સ્થળો અને EVMના સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વધારવા માટે પુરતા પગલાં લેવા નિર્દેશ કર્યો છે.

ગૃહ મંત્રાલયને લોકસભાની ચૂંટણી 2019ની મત ગણતરી વખતે કેટલાંક રાજ્યોમાં હિંસા ભડકવાની આશંકાને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી પોલીસ અધિકારીઓને સાવધ કર્યા છે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા જાળવવી રાખવા માટે અપિલ કરી છે.

તે ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને EVMના સ્ટ્રોંગ રૂમ્સ અને કાઉન્ટિંગ સેન્ટરોની સુરક્ષા વધારવા માટે પુરતા પગલાં લેવાનો પણ નિર્દેશ કર્યો છે. કારણ કે કેટલાંક તત્વો દ્વારા હિંસા ભડકે તેવા અને મત ગણતરીના દિવસે અવ્યવસ્થા કે માહોલ બગડે તેવા નિવેદનો આપવામાં આવ્યા છે.

 ઉલ્લેખનિય છે કે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહા એ મંગળવારે બહુ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. EVM સાથે કથિત છેડછાડ અને કથિત સ્વેપિંગ મુદ્દે કુશવાહા એ કહ્યું કે જો આવું કઇ થયંર તો રસ્તાઓ ઉપર લોહી વહેશે. જો લોકોને હથિયાર ઉગામવાની નોબત આવી તો ઉઠાવી લઇશું. તે ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર કેટલાંક અશાંત તત્વોએ અશાંતિ અને ઉશ્કેરણી જનક પોસ્ટ મૂકી છે.

READ ALSO

Related posts

સંસદના પ્રથમ દિવસે જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આવ્યા વિવાદમાં, વિપક્ષે કર્યો વિરોધ

Nilesh Jethva

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar

2018ની બેચના તાલીમી IPS અધિકારીઓ ગુજરાત પ્રવાસે, મુખ્યમંત્રીએ કરી મુલાકાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!