થોડી દિવસ પહેલા કોરોનાની બીજી લહેરને લઈને દેશભરમાં હાહાકાર જેવી સ્થિતિ ઉભી થઇ હતી. અનેક રાજ્યો એવા હતા જેમણે લોકડાઉન લગાવવાની જરૂર પડી હતી. જોકે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને પરિસ્થિતિ ફરી સામાન્ય થઇ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જાહેર કરીને રાજ્યોને સલાહ આપી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યોએ કોરોના વાયરસ મહામારીને લઈને આવેલા પ્રતિબંધો 30 જૂન 2021 સુધી રાખવા. તેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારે જુદા જુદા રાજ્યોને લોકડાઉન સહિતના પ્રતિબંધો જૂન મહિના સુધી ચાલુ રાખવા સલાહ આપી છે.
ગૃહ મંત્રાલય (MHO)એ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 જૂન સુધી કોરોના સંક્રમણ અટકાવવા માટે અમલી કરવામાં આવેલ ગાઈડલાઇનનું પાલન કરાવવા આદેશો આપ્યા છે. મંત્રાલયે ગુરુવારે ભારત સરકારના મંત્રાલયો અને વિભાગોના સચિવોને અને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પ્રશાસકોને એક આદેશ જાહેર કર્યો છે અને તેમને 25 એપ્રિલના રોજ સ્વાસ્થ્ય અને પરીવાલઃ કલ્યાણ મંત્રાલય દ્વારા બતાવવામાં આવેલ કોવિડ-19 ગાઈડલાઇનનું પાલન કરવા કહ્યું છે. સાથે જ જણાવ્યું છે કે સ્થાનિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને તબક્કા વાર તેમાં છૂટછાટ આપવામાં નિર્ણય કરવા કહ્યું છે.

દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં એક લાખ 86 હજાર 364 કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં 3 હજાર 660 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસમી સંખ્યા બે કરોડ 75 લાખ 55 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆક ત્રણ લાખ 18 હજાર 895 થયોછે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.11 લાખ કેસો સામે આવ્યા છે. જે સાથે જ કુલ કેસોનો આંકડો 2.73 કરોડે પહોંચી ગયો છે.ફરી રીકવરી રેટ વધીને 90 ટકાએ પહોંચી ગયો છે. બીજી તરફ 24 કલાકમાં વધુ 3847 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3.15 લાખે પહોંચી ગયો છે. એક જ દિવસમાં કોરોનાના 21 લાખથી વધુ ટેસ્ટ કરાયા હતા. જે સાથે જ કુલ ટેસ્ટનો આંકડો 33.70 કરોડે પહોંચ્યો છે.
એક્ટિવ કેસો હવે ચોવીસ લાખે પહોંચી ગયા છે. અને કુલ સાજા થયેલાની સંખ્યા પણ વધીને હવે 2.45 કરોડે પહોંચી ગઇ છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કેન્દ્ર સરકારે તાત્કાલીક ધોરણે અમેરિકાની કોરોના સામેની મહત્વપૂર્ણ ગણાતી ફાઇઝર રસીની ખરીદી કરી લેવી જોઇએ કેમ કે તેનાથી બાળકોને પણ ફાયદો થશે. ફાઇઝર કંપનીએ પણ કેન્દ્ર સરકારને તાત્કાલીક રસી ખરીદી અંગે જવાબ આપવા કહ્યું છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રાજ્યો પાસે હજુ પણ 1.84 કરોડ રસીના ડોઝ પડયા છે અને ટૂંક સમયમાં વધુ 11 લાખ ડોઝ રાજ્યોને પહોંચતા કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત
- India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો