બાળકો ઉઠાવી જતી ગેંગ મામલે ગૃહમંત્રીનું નિવેદન, અફવા ફેલાવનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે  

રાજ્યમાં બાળકોને ઉપાડી જતી ગેંગની અફવા મામલે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રતિક્રિયા આપી છે. પ્રદીપસિંહે જણાવ્યું કે, રાજ્યમાં બાળકોને ઉઠાવી જનાર કોઈપણ ગેંગ સક્રિય નથી. આવી તમામ વાત પાયાવિહોણી છે. લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ.

જે કોઈ અફવા ફેલાવશે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યના સાયબર સેલને સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા શખ્સો પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદીપસિંહે વધુમાં જણાવ્યું કે, જે કોઈપણ કાયદો હાથમાં લેશે તેની વિરૂદ્ઘ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter