કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે રવિવારે કહ્યું કે, ચીનના ડોકલામ વિવાદ દરમ્યાન પાડોશી દેશ હવે ભારતની તાકાતને સમજી ગયું છે અને હવે બંને દેશો વચ્ચે કોઇ વિવાદ નથી.
પોતાના સંસદીય મત વિસ્તાર લખનૌના પ્રવાસ દરમિયાન રાજનાથસિંહે કહ્યું કે, ચીનની સાથે ભારતનો વિવાદ ઉકેલાય ગયો છે. ચીને ભારતની તાકાતને સમજી લીધી છે. ડોકલામ વિવાદને લઇને ભારત અને ચીનના સૈનિકો આમને સામને આવી ગયા હતા. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાન ભારતીય સરહદમાં આતંકીઓને મોકલવાનો પ્રયત્ન કરી રહ્યું છે. દર વખતે સુરક્ષાદળો 5થી 10 આતંકીઓને મારી રહ્યાં છે. ભારત હવે કમજોર રાષ્ટ્ર નથી રહ્યું.