GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રાજનાથ સિંહ નોઇડાથી ચૂંટણી લડે એવી શક્યતા : સતત ત્રીજી વખત બદલી શકે છે બેઠક

rajnath singh election

લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં લાગી ગયાં છે. એવા સમાચાર છે કે ઉત્તર પ્રદેશના અનેક વર્તમાન સાસંદો અને મંત્રીઓની ટિકિટ કાપવા અંગે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. એ સાથે જ કેટલાંક સાંસદો અને મંત્રીઓની બેઠકોમાં ફેરબદલ પણ થઇ શકે છે. હવે એવા સમાચાર છે કે લખનઉના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ આ વખતે ગૌતમ બુદ્ધ નગર (નોઇડા)થી ચૂંટણી લડી શકે છે. 

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે થયેલા ગઠબંધનને અનુલક્ષીને વડાપ્રધા નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ નવી રણનીતિ બનાવવામાં લાગ્યાં છે જે અંતર્ગત અનેક નેતાઓને તેમની બેઠક બદલવાની કે ટિકિટ જ નહીં આપવાની ફોર્મ્યૂલા પર કામ ચાલી રહ્યું છે. જો રાજનાથ સિંહ ગૌતમ બુદ્ધ નગર પરથી ચૂંટણી લડે તો આ બેઠકના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી મહેશ શર્માને રાજસ્થાનના અલવરથી ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતા છે. 

જો રાજનાથ સિંહ ગૌતમ બુદ્ધ નગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે તો સતત ત્રીજી લોકસભા ચૂંટણીમાં તેઓ ત્રીજી બેઠક પરથી ચૂંટણી લડશે. આ પહેલાં 2009માં તેઓ ગાઝિયાબાદ અને 2014માં લખનઉથી ઉમેદવારી નોંધાવી ચૂક્યાં છે.

Related posts

આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજા મહેરબાન: ભારે વરસાદથી ભરાયા ઠેરઠેર પાણી, પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ

pratik shah

આજે થવા જઈ રહ્યું છે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ! લગભગ 3 કલાક સુધી ચાલશે, જાણો દરેક મહત્વની વાત

Arohi

વિશ્વમાં ઘાતક વાયરસનો ભરડો વધ્યો, જીવલેણ મહામારીનાં ચેપગ્રસ્તોની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!