GSTV
Home » News » જો તમે ખરેખર PM મોદીનાં ફેન હોય તો પાકિસ્તાનમાંથી આંતક ખતમ કરીને મોદી પ્રેમ સાબિત કરો

જો તમે ખરેખર PM મોદીનાં ફેન હોય તો પાકિસ્તાનમાંથી આંતક ખતમ કરીને મોદી પ્રેમ સાબિત કરો

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનના મોદી પ્રેમ પર ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, જો સાચે જ આવું થતું હોય તો તેઓ સુનિશ્ચિત કરે કે પાકિસ્તાનની ધરતી પર તેઓ ના તો આતંકવાદ પેદા થવા દે, ના તો પોષવા દે. જો પાકિસ્તાન પોતાની ધરતી પર રહેલા આતંકવાદને ખતમ કરવા માટે ગંભીરતા દાખવે કો ભારત તેનો સામનો કરવા શક્ય તમામ મદદ કરશે.

ઇમરાન ખાન પોતે ભારતના વડાપ્રધાન મોદીનાં પ્રશંસક હોવાનું જણાવ્યું હતુ અને તેના પર ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, તેનો જવાબ તો ઇમરાન ખાન જ આપી શકે છે. મોદી પ્રત્યે તેમને પ્રેમ હોય તો તેમણે તે સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓ પાકિસ્તાની ધરતી પર આતંકવાદને પેદા થવા દેશે નહી અને પોષવા દેશે નહી પરંતુ મૂળમાંથી તેનો સફાયો કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાન તેવી જાહેરાત કરે કે તે પોતાની ધરતી પર આતંકવાદને સંપૂર્ણરીતે સફાયો કરી દેશે અને જરૂર પડ્યે ભારત તરફથી મદદ લઇ શકાશે. જો પાકિસ્તાનનું આ નિવેદન આવે તો અમે માનીશું કે ઇમરાન ખાન મોદીના પ્રશંસક છે અને ભારત સાથેના સંબંધ સામાન્ય કરવા માંગે છે. તેમજ ભારત પાકિસ્તાનને મદદ કરવા પર તેમણે સ્પષ્ટ કર્યું કે, ભારત પુરા દિલથી આવા પગલાંનું સમર્થન કરશે.

Imran Khan

ઉલ્લેખનિય છે કે, લોકસભાની ચૂંટણી પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કથિતપણે કહ્યું હતું કે જો ચૂંટણીમાં ભાજપ અને નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો તે ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે ખૂબ સારુ હશે.

READ ALSO

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!