GSTV
India News ટોપ સ્ટોરી

ભારતે પાકિસ્તાનમાં કરી ફરી સર્જિકલ સ્ટ્રાઈક ? : દેશના ગૃહમંત્રીઅે અાપ્યા સંકેતો

શુ ભારતે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. દેશના ગૃહમંત્રીઅે કંઇક અાવાજ સંકેત અાપ્યા છે. ભારતે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. સર્જિકલ સ્ટ્રાઇકને ભારત પરાક્રમ પર્વ તરીકે ઉજવી રહ્યું છે. અા સમયગાળામાં દેશના ગૃહમંત્રીના નિવેદને રાજકીય ગલિયારોમાં પણ ચર્ચાને સ્થાન અાપ્યું છે. રાજનાથસિંહે ક્લિયર કટ સર્જિકલ સ્ટ્રાઇક થઈ હોવાના સંકેત અાપ્યા છે. મુઝફ્ફરનગરમાં શુક્રતીર્થમાં શુક્રવારે રાષ્ટ્રીય સૈનિસ સંસ્થાના કાર્યક્રમમાં રાજનાથ સિંહે કહ્યું હતું કે, આપણા પાડોશી પાકિસ્તાન તેની ખરાબ હરકતમાંથી બહાર નથી આવી રહ્યા. તેઓ આપણે બીએસએફ જવાન સાથે કેવો વ્યવહાર કરે છે તે ઘણી વખત જોવા મળ્યું છે.  રાજનાથે કહ્યું, કદાચ તમે પણ કઈંક જોયું હશે…કંઈક તો થયું છે. પરંતુ હું કહીશ નહીં. આ થયું છે અને ઠીક-ઠાક થયું છે. તમે અમારો વિશ્વાસ કરી શકો છો. બે-ત્રણ દિવસ પહેલાં જ એકદમ યોગ્ય થયું છે. અને આગાળ પણ જોજો, શું થાય છે. રાજનાથ સિંહે કહ્યું હતું કે, બીએસએફ જવાબ નરેન્દ્ર સિંહ સાથે પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલી બદસલૂકીના બદલામાં બે-ત્રણ દિવસ પહેલા કંઈ યોગ્ય થાયું છે પરંતુ આ બાબતે હું તમને હાલ કંઈ જ નહીં કહું.

પાકિસ્તાને ઘાયલ જવાનોનું અપહરણ કરીને 9 કલાક તડપાવ્યા

થોડા દિવસ પહેલાં સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં શહીદ બીએસએફ જવાન નરેન્દ્ર સિંહ સાથે પાકિસ્તાને બર્બરતા કરી હતી. તેમને 9 કલાક તડપાવ્યા હતા. તેમનો મૃતદેહ ખૂબ ખરાબ હાલતમાં મળ્યો હતો.તેમનું ગળું કાપી દેવામાં આવયું હતું. એક પગ તોડી નાખ્યો હતો અને એક આંખ કાઢી લેવામાં આવી હતી. નરેન્દ્રની પીઠ પર શોર્ટ આપ્યા હોવાના નિશાનહતા. શહીદના શરીર પર ત્રણ ગોળીઓ વાગી હતી.

ગયા વર્ષે થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો video

નરેન્દ્ર તેમની ટીમ સાથે બોર્ડર પર લાગેલી ફેંસિગ આગળ ઉગેલા મોટા ઘાસને કાપવા ગયા હતા. ત્યારે જ પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાકીના ભારતીય જવાન ત્યાંથી નીકળી ગયા હતા પરંતુ નરેન્દ્ર ગુમ થઈ ગયા હતા.પેટ્રોલિંગ પર ગયેલા નરેન્દ્ર સિંહના મૃતદેહને પાકિસ્તાની જવાનો ઢસડીને પોતાની સરહદમાં લઈ ગયાં હતાં. બીજા દિવસે નરેન્દ્ર સિંહનો મૃતદેહ ભારતની પેલે પાર પાકિસ્તાનની સરહદમાંથી મળી આવ્યો હતો. શહીદ નરેન્દ્ર સિંહના પગ બંધાયેલા હતાં. શરીરમાં ત્રણ ગોળીઓ વાગવાના નિશાન હતાં અને ગળુ ચીરી નાખવામાં આવેલું હતું.

ગોળીઓ ન ગણતાં

રાજનાથ સિંહે કહ્યું કે, બે વર્ષ પહેલાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક છતાં પણ પાકિસ્તાન તેમની હરકતમાંથી બહાર નથી આવતાં અને આપણે હવે તેમની રીતે જ જવાબ આપી રહ્યા છે. મેં બીએસએફ જવાનોને કહ્યું કે, પાકિસ્તાન આપણું પાડોશી છે તેથી પહેલી ગોળી તમે ન ચલાવતા. પરંતુ જો એ લોકો પહેલી ગોળી ચલાવે તો પછી તમે તમારી ગોળીઓ ન ગણતાં.

Related posts

AAP રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ અગ્રેસરઃ ચૂંટણી પંચે ગોવામાં ‘પાર્ટી’નો દરજ્જો આપ્યો

GSTV Web Desk

આમ આદમી પાર્ટી ‘રેવડી કલ્ચર’ના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચી, ભાજપે ખેલ્યો છે આ દાવ

Hardik Hingu

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk
GSTV