GSTV
Home » News » આતંકીઓના મૃતદેહો ગણવા માટે વિપક્ષે પાકિસ્તાન જવું જોઇએ : રાજનાથસિંહ

આતંકીઓના મૃતદેહો ગણવા માટે વિપક્ષે પાકિસ્તાન જવું જોઇએ : રાજનાથસિંહ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને પાકિસ્તાનના પોસ્ટર બોય ગણાવ્યો હતો જ્યારે ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે એરસ્ટ્રાઇકમાં કેટલા આતંકીઓ માર્યા તે જાણવું હોય એ પાકિસ્તાન જાય.

વિપક્ષે સવાલ કર્યો હતો કે આંતરરાષ્ટ્રીય મીડિયા કહી રહ્યું છે કે કોઇ આતંકી નથી મર્યા, જ્યારે અમિત શાહ કહે છે કે ૨૫૦ આતંકીઓ માર્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન આહલુવાલીયાના નિવેદનને ટાંકીને પણ વિપક્ષ સરકારને સવાલ કરી રહ્યો છે. જેને પગલે મોદીએ પણ દાવો કર્યો હતો કે વિપક્ષ આ પ્રકારના સવાલો કરીને પાકિસ્તાનને જ મદદ કરી રહ્યું છે. 

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતે આ હવાઇ હુમલો પાડોશી દેશ પાકિસ્તાનમાં કર્યો હતો, પણ તેની અસર ભારતમાં બેઠેલા કેટલાક લોકોને થઇ રહી છે. મહાગઠબંધન પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષ મહામિલાવટ કરી રહ્યું છે. આ મહામિલાવટ પાકિસ્તાનનું પોસ્ટરબોય બની ગયું છે અને આમ કરીને તે પાકિસ્તાનને જ મદદ કરી રહ્યું છે.

મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધતી વેળાએ મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષ કેટલા આતંકીઓ માર્યા તેના આંકડા માગી રહ્યું છે, અને આમ કરીને તે આપણા સૈન્યનું અને એરફોર્સનું મનોબળ તોડવાના પ્રયાસો કરી રહ્યું છે.

અગાઉ કોંગ્રેસના નેતા સુરજેવાલે જણાવ્યું હતું કે અમિત શાહ કહે છે કે ૨૫૦ આતંકી માર્યા, જયારે મોદીની મંત્રી આહલુવાલીયા કહે છે કે મીડિયા જુઠુ બોલી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે મોદીએ હવે ખરેખર કેટલા આતંકીઓ માર્યા તેની માહિતી દેશને આપવી જોઇએ.

બીજી તરફ મોદી જ્યારે વિપક્ષને સવાલો કરવા બદલ પાકિસ્તાનના પોસ્ટર બોય ગણાવી રહ્યા છે ત્યારે એનડીએના સાથી પક્ષ શીવસેનાએ પણ આ મામલે વિપક્ષનો સાથ આપ્યો છે, શિવસેનાએ કહ્યું છે કે કેટલા આતંકીઓ માર્યા તેની જાણકારી લેવાનો ભારતના દરેક નાગરીકોને અધિકાર છે. અને કેટલી જાનહાની થઇ તે આંકડા જારી કરવાથી સૈન્યના મનોબળ પર કોઇ જ અસર નહીં થાય. સરકારે આ આંકડા જારી કરવા જોઇએ તેવી વિપક્ષની માગને શિવસેનાએ પણ સમર્થન આપ્યું છે.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar

અંતે દક્ષિણ આફ્રિકાનાં પૂર્વ પ્રમુખે સ્વીકાર્યુ- મારા કારણે જ ગુપ્તા બંધુએ ‘વૈકલ્પિક માધ્યમ’શરૂ કરીને…

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!