GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ગુજરાતમાં દુષ્કર્મના નરાધમને ફાંસીની સજા માટે થશે ભલામણ, કેસ વધતાં સરકાર આકરી બની

રાજ્યમાં બની રહેલી દુષ્કર્મની ઘટના પર રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ હતુ કે દુષ્કર્મના નરાધમોને ફાંસીની સજા મળે તે માટે સરકારપ્રતિબદ્ધ છે.તેઓએ કહ્યુ કે દુષ્કર્મના કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલે અને દોષીતોને ફાંસીની સજા મળે તે માટે સરકાર પ્રયત્ન કરશે.

  • રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ વધતાં ગૃહવિભાગ એક્શનમાં
  • આરોપીને ફાંસી આપવાની સરકાર કરશે માગ
  • સરકાર કરશે વિશેષ સરકારી વકીલની પણ નિમણુંક
  • ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી પ્રેસ કોન્ફરન્સ

ગુજરાતમાં 48 કલાકમાં દુષ્કર્મની ત્રણ ઘટનાઓ બનતાં ADGP પણ ચિંતામાં

રાજ્યમાં 48 કલાકમાં દુષ્કર્મની ત્રણ ઘટનાને લઈને ખુદ પોલીસ અધિકારીએ ગંભીર ચિંતા વ્યકત્ કરી છે અને પોલીસની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યો છે. ગુજરાત પોલીસના એડિશનલ ડીજીપી અનિલ પ્રથમ ટ્વિટ કર્યુ છે. જેમાં તેઓએ 48 કલાકમાં દુષ્કર્મના ત્રણ બનાવના અહેવાલો વાંચ્યા બાદ ચિંતા અને દર્દ વ્યક્ત કર્યું હતું. તેઓએ મહિલા સુરક્ષાના પ્રયાસ અપર્યાપ્ત હોવાનો આક્ષેપ લગાવ્યો અને મહિલા સશક્તિકરણ પ્રત્યે સમાજની નીરસતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી.

ગુજરાતમાં જે રીતે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે તે જોતાં હવે રાજ્યમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા લઈ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી અનિલ પ્રથમે મહિલાઓની સુરક્ષાને લઈ પોલીસની જ કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તો બીજી બાજુ મહિલાઓ અને યુવતીઓમાં પણ પોલીસની કામગીરી સામે આક્રોશ છે.

This image has an empty alt attribute; its file name is ANIL-960x640.jpg

રાજ્યમાં બે દિવસમાં સુરત, વડોદરા અને રાજકોટમાં સગીરા અને બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. બે જ દિવસમાં દુષ્કર્મની ત્રણ ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. સીઆઈડી ક્રાઈમના મહિલા સેલના એડીજી અનિલ પ્રથમે મહિલાઓની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તો વડોદરામાં દુષ્કર્મની ઘટનાઓને યુવતીઓ એ આકરા શબ્દોમાં વખોડી છે.

સુરતની યુવતીઓ અને મહિલાઓએ પણ પોલીસ અધિકારીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. સુરતની મહિલાઓએ કહ્યુ હતુ કે મહિલાઓ હવે પોતાને અસુરક્ષિત અનુભવ કરી રહી છે. રાજ્યમાં કડક કાયદો તો છે, પરંતુ તેનું ચુસ્તપણે અમલીકરણ કરાવવામાં આવી રહ્યું નથી. મહત્વનું છે કે અપૂરતું પોલીસ પેટ્રોલિંગ અને પોલીસની ઢીલી કામગીરીને લઈ ગુનેગારોને છુટ્ટો દોર મળી રહ્યો છે. હવસખોરો હવે સગીરાઓ અને બાળકીઓને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે આવા નરાધમો સામે મહિલાઓ સહિત લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

READ ALSO

Related posts

150 રૂપિયાની મામૂલી બચતથી બની જાઓ લખપતિ, સેવિંગ્સ માટે આ છે બેસ્ટ સરકારી સ્કીમ

Bansari

સલમાન ખાન નહીં આ એક્ટર હતો ‘તેરે નામ’નો હીરો, આ રીતે પલટાઇ ગયું ભાઇજાનનું નસીબ

Bansari

જો આવું થયું તો સંપૂર્ણપણે બંધ કરી દેવાશે હીરા બજાર, જાણી લો આ નવી ગાઇડલાઇન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!