GSTV

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચ્યા, મેટ્રોપોલિટન કોર્ટે કર્યો છે આ આદેશ

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આચાર સંહિતના ભંગ બદલ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ફોજદારી ફરિયાદ નોંધવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો. આ કેસમાં પ્રદિપસિંહ જાડેજા દોષિત ઠરે તો 6 માસની સજા અને 2 હજાર રૂપિયા દંડની જોગવાઈ છે. આ કેસનો નિવેડો આવે તેવી કોઈ સંભાવના નથી કારણ કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે હાઇકોર્ટમાં પિટિશન કરી છે. આચાર સંહિતાના ભંગ બદલ પોતાની સામે ફરિયાદ નોંધવા અંગે મેટ્રોપોલિટન કોર્ટે કરેલા હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો છે. ફરિયાદ રદ કરવાની માંગણી સાથે પ્રદીપસિંહ જાડેજાએ કરેલી અરજીના પગલે હાઈકોર્ટે પ્રતિવાદીઓને નોટિસ ઇશ્યુ કરી છે. વધુ સુનાવણી ૧૬ જાન્યુઆરીએ હાથ ધરાશે.

શું હતી આ ઘટના

વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીસસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપ માટે ઉમેદવારી નોંધાવી હતી. 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ કરવામાં આવી હતી. નવરાત્રિ દરમિયાન 10મી ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહે મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવ્યું હતું. જેમાં તેમનો અને વડાપ્રધાન મોદીની તસવીર હતી.

આપણું ગુજરાત આપણું અસારવા એવું સૂત્ર પણ લખવામાં આવ્યું હતું

આ અંગે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી કે જે પત્રિકાઓનું અસારવામાં વિતરણ થયું છે તેમાં અંબાજી માતાની સ્તુતિ-આરતી, પ્રદીપસિંહ જાડેજાનો ફોટો અને વડાપ્રધાન મોદીનો ફોટો છે. જેમાં આપણું ગુજરાત આપણું અસારવા એવું સૂત્ર પણ લખવામાં આવ્યું છે. પત્રિકાઓ પ્રદીપસિંહના સૌજન્યથી છે તેમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગુનો થયો હોવાની વાત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માન્ય રાખી છે

પત્રિકામાં મુદ્રક કે પ્રકાશકના નામનો ઉલ્લેખ પણ નહોતો. આચારસંહિતા ચાલી રહી હોવા છતાં કોઇપણ જાતની પૂર્વમંજૂરી વગર પત્રિકાઓ વહેંચી ગુનો થયો હોવાની વાત જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માન્ય રાખી છે અને મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જીલ્લા કલેક્ટરની રજૂઆતો અને દસ્તાવેજોનો ધ્યાને લઇ કોર્ટે નોંધ્યું છે કે હાલના ફરિયાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તરીકે સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમણે કોઇ રાગદ્વેષથી ફરિયાદ નોંધાવી હોય તેવું લાગી રહ્યું નથી.

પ્રદીપસિંહ જાડેજા સામે રજૂ કરાયેલી વિગતો અને દસ્તાવેજોને જોતા પ્રથમદર્શનીય રીતે ગુનો થયો હોવાનું જણાઇ આવે છે. સમગ્ર હકીકતે આરોપી સામે કામ ચલાવવા માટે પ્રથમ દર્શનીય હકીકત રેકર્ડ પર જણાઇ આવે છે. કલેક્ટર જેવા ઉચ્ચ અમલદારને ખોટી રીતે ફરિયાદ દાખલ કરવા માટેનું કોઇ જ કારણ રેકર્ડ પર ન હોઇ પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 127(ક)(1) અને કલમ 127(2) (ક) તથા કલમ 127(ક) (4) હેઠળ ગુનાના બંગ બદલ પ્રોસેસ ઇશ્યૂ કરવા ન્યાયના હિતમાં છે. જોકે, આ બાબતે પ્રદિપસિંહે નારાજગી દેખાડી આ હુકમને રદ કરવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

Related posts

કોરોના વોરિયર્સને જ અન્યાય, કોરોનાકાળમાં સતત કામ કરનાર કોરોના વોરિયર્સ પગારથી વંચિત !

pratik shah

RBIની બેંકોને લઇ ગંભીર ચેતવણી : ફસાયેલ દેવાનું લેવલ 14.8% સુધી જઈ શકે છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!