GSTV
Home » News » પ્રદિપસિંહએ કહ્યું, જ્યાં સુધી તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ અનામત રખાશે

પ્રદિપસિંહએ કહ્યું, જ્યાં સુધી તપાસ પૂર્ણ નહી થાય ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ અનામત રખાશે

અંતે જેની હજારો વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા તે બિનસચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાની માંગને નામંજૂર કરાઇ છે. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ સંબોધીને માહિતી આપી કે આ સમગ્ર મામલે એસઆઇટીની રચના કરાશે અને આ એસઆઇટી 10 દિવસમાં તેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપશે. આ સાથે પ્રદિપસિંહે એસઆઇટીની રચનામાં કોણ કોણ હશે તેની પણ માહિતી આપી કે આ એસઆઇટીના અધ્યક્ષ કમલ દાયાણી હશે. જ્યારે આ પરીક્ષાને લઇને પ્રદિપસિંહે કહ્યું કે જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ પરિક્ષાનું પરિણામ અનામત રખાશે.

એસઆઇટીની રચના કરવાની લેખિત બાહેંધરી બાદ આંદોલન સમેટી લઇશું

પરીક્ષા રદ કરવાના આંદોલનનો ચહેરો યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં છત પર ચઢીને એવી જાહેરાત કરી કે સરકાર તરફથી એસઆઇટીની નિયુક્તિ કરવાની લેખિત બાંહેધરી બાદ આંદોલન સમેટી લઇશું. આ સાથે યુવરાજસિંહે કહ્યું કે તેઓ એસઆઇટીના એક મેમ્બર હશે અને તેઓ તમામ પુરાવાઓ એફએસએલમાં રજૂ કરશે. ત્યારે આ સમગ્ર નિવેદન બાદ પોલીસ યુવરાજસિંહને પોલીસ તેની સાથે લઇ ગઇ હતી.

જ્યારે આ આંદોલનમાં અન્ય હજારો ચહેરા બની ગયેલા વિદ્યાર્થીઓ ગમે તે ભોગે પરીક્ષા રદ થાય તેવું એક સૂરે કહી રહ્યા છે. આમ આંદોલનમાં ક્યાંને ક્યાંક અલગ અલગ ફાંટાઓ પડી ગયા છે. ત્યારે યુવરાજસિંહની આંદોલન સમેટી લેવાની વાત કેટલી કારગત નિવડે છે તે થોડા સમયમાં જ ખબર પડી જશે.

સરકારની શું છે જાહેરાત ?

  • સરકારે તપાસ માટે એસઆઇટીની રચના કરી
  • એસઆઇટીના અધ્યક્ષ તરીકે કમલ દાયાણીના નામની જાહેરાત
  • ગાંધીનગર આઇજી મયંક ચાવડા હશે સભ્ય
  • મનોજ શશિધરન, જવલંત ત્રિવેદી પણ રહેશે સભ્ય
  • ૧૦ દિવસમાં તપાસનો રિપોર્ટ સરકારને સાંપાશે
  • એસઆઇટીની તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરાય
  • શુક્રવારે પરિક્ષાર્થી આગેવાન અને એસઆઇટી વચ્ચે બેઠક
  • આગેવાનો બેઠકમાં રજૂ કરાશે પુરાવા
  • પુરાવાની તપાસ બાદ યોગ્ય નિર્ણય કરાશે
  • પેપર લીક થયા છે કે કેમ તેની તપાસ કરશે એસઆઇટી

સીએમ રૂપાણીની પ્રતિક્રીયા

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવાને લઇને શરૂ થયેલા આંદોલનના ઘણા કલાકો બાદ સીએમ રૂપાણીએ પોતાની પ્રતિક્રીયા આપી જેમાં સીએમે વિદ્યાર્થીઓ સાથે હકારાત્મક રીતે વાતચીત થતી હોવાની વાત કરી સાથે જ ફરિયાદ સામે કડક પગલા લેવાની અને દરેક સરકારી ભરતી પારદર્શક રીતે કરી હોવાનો દાવો કર્યો હતો

READ ALSO

Related posts

રાજકોટમાં માંધાતાસિંહ જાડેજાની તિલક વિધી સમારોહમાં બન્યો નવો વર્લ્ડ રેકોર્ડ, 7 હજાર દીપ પ્રગટાવી બનાવ્યુ રાજચિન્હ

Mansi Patel

રાજકોટનાં રાજવી પરિવારે બનાવ્યો બીજો વિશ્વ રેકોર્ડ, 51 પુરોહિતો અને 31 તીર્થજળોથી કરાયો રાજ્યાભિષેક

Mansi Patel

રાજકોટમાં છેડતી કરનાર યુવકની યુવતીએ કરી જાહેરમાં ધોલાઈ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!