GSTV

બિહાર ફતેહ કર્યા બાદ ભાજપની નજર હવે દક્ષિણ ભારત પર, વિધાનસભા ચૂંટણી BJP અને AIADMK સાથે મળીને લડશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર દક્ષિણ ભારત પર મંડાયેલી છે. તેના માટે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના તામિલનાડુના પ્રવાસે છે.

અમિત શાહે પોતાની મુલાકાત દરમિયાન ઘણા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે. તેઓ શનિવારે ચેન્નાઇમાં પાતના સમર્થકોનું અભિવાદન ઝીલવા માટે પ્રોટોકોલનો પણ ભંગ કર્યો હતો. એરપોર્ટમાંથી બહાર આવ્યા પછી તેઓ પોતાના વાહનમાંથી બહાર નીકળ્યા અને તેઓ અતિ વ્યસ્ત ગણાતા જીએસટી રોડ પગપાળા ચાલવા લાગ્યા હતા. તેમણે મહાનગરના લોકોનો તેમના પ્રેમ બદલ આભાર માન્યો અને કહ્યું કે તેમના માટે તમિલનાડુમાં હોવું એક મોટી વાત છે.

દિલ્હી પહોંચ્યાના તુરંત બાદ અમિત શાહની આગેવાની તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામી અને નાયબ મુખ્યપ્રધાન પનીરસેલ્વમ તેમજ ભાજપના પ્રદેશ પ્રમુખ એલ.મુરૂગને કરી હતી.

આગામી વર્ષે તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને સત્તાધારી AIADMK દ્વારા કમર કસી લેવામાં આવી છે. શનિવારે તમિલનાડુના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્યપ્રધાન પલાનીસ્વામી સાથે મુલાકાત કરી હતી. જે બાદ બંને પક્ષોએ રાજ્યમાં સાથે મળીને ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ એલાન કર્યું કે AIADMK દ્વારા કેન્દ્રમાં ભાજપને સમર્થન યથાવત રહેશે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ભાજપની સાથે મળીને વર્ષ 2021ની ચૂંટણી સાથે લડશે અને જીતશે. તમિલનાડુ હંમેશા પીએમ મોદીનું સમર્થન કરશે.

READ ALSO

Related posts

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

શું તમારે PF એકાઉન્ટમાંથી કાઢવા છે પૈસા? તો રિટર્ન ફાઈલ કરતા સમયે આપો આ જાણકારી, જલ્દી પતશે તમારુ કામ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!