GSTV
Home » News » અમિત શાહની કાર્યવાહીથી ISI ફફડી ઉઠ્યું, કાશ્મીરમાં બનાવ્યુ નવુ અલગાવવાદી ગ્રુપ

અમિત શાહની કાર્યવાહીથી ISI ફફડી ઉઠ્યું, કાશ્મીરમાં બનાવ્યુ નવુ અલગાવવાદી ગ્રુપ

ગૃહ મંત્રાલયના સૂત્રો દ્વારા એક મહત્વની જાણકારી મળી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કાર્યવાહીથી ગભરાઈને પાકિસ્તાની ગુપ્તચર એજન્જી ISIએ જમ્મુ કાશ્મીરમાં નવું અલગાવવાદી ગૃપ બનાવ્યું છે. પાકિસ્તાનએ કાશ્મીરના અમુક અલગાવવાદિઓની મદદથી છુપાવીને આ ગ્રુપની કચના કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા ગ્રુપનો પ્રેસિડેન્ટ ઈરશાદ અહમદ માલિક છે. જેના વિશે કહેવામાં આવે છે કે તે લશ્કરનો આતંકી રહી ચુક્યો છે. આ નવા ગ્રુપમાં લશ્કરના આતંકીઓને પણ શામેલ કરવામાં આવ્યા છે. આ ગ્રુપને કાશ્મીરની સાથે-સાથે જમ્મુમાં સેના અને સુરક્ષાબળો વિરૂદ્ધ મોટા પ્રદર્શનની જવાબદારી આપવામાં આવી છે.

આતંકીઓ વિરૂદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ

ગૃહ મંત્રીનું પદ સંભાળ્યા બાદથી જ અમિત શાહ એક્શન મોડમાં છે. જમ્મુ-કાશ્મીર પર તેમનો ખાસ ફોકસ છે. થોડા દિવસો અગાઉ સુરક્ષાદળો અને રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે તેમણે મુલાકાત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે આતંકીઓ વિરૂદ્ધ ઝીરો ટોલરેન્સની નીતિ રહેશે.

આતંકીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોનું ઓપરેશન

આ વર્ષે સેનાએ જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું છે. આ વર્ષે 100થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાં મોટાભાગે લશ્કર-એ-તૈયબા અને હિજ્બુલ મુઝાહિદીનના આતંકવાદીઓનો સમાવેશ થાય છે. થોડા દિવસો અગાઉ સુરક્ષાબળોએ ઝાકિર મૂસાને પણ ઠાર કર્યો હતો. તે આતંકવાદીઓનો પોસ્ટર બોય હતો.

Read Also

Related posts

CM રૂપાણીનાં દિલ્હીમાં ધામા: પેટાચૂંટણી સંદર્ભે પક્ષ પ્રમુખ અમિત શાહ સાથે કરી ચર્ચા

Riyaz Parmar

સામાજિક સંસ્થા દ્વારા વૃદ્ધજનો પર કરવામાં આવ્યો સર્વે, તારણ જાણશો તો….

Path Shah

ભારતીય ટીમે પાકિસ્તાનને જીતવા માટે 337 રનને લક્ષ્યાંક આપ્યો, રોહિત શર્માની શાનદાર સદી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!