GSTV

લાઠીચાર્જનો વીડિયો સામે આવ્યા બાદ ગૃહ પ્રધાનની સલાહ, દિલ્હી પોલીસ તોફાની તત્વો સામે કાર્યવાહી દરમ્યાન રાખે મગજ શાંત

જામિયા યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ઘુસીને પોલીસે શાંતિથી વાંચી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીઓ વરસાવી હતી જેનો વીડિયો હાલ ભારતભરમાં વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે દિલ્હી પોલીસના દાવા પર સવાલો ઉઠી રહ્યા છે. ખુદ ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે જ્યારે પોલીસ અસામાજિક તત્વોની સામે કોઇ કાર્યવાહી કરે ત્યારે પોતાને પણ શાંત રાખે.

અમિત શાહે આ નિવેદન પણ દિલ્હી પોલીસની હાજરીમાં જ આપ્યું હતું, દિલ્હી પોલીસની 73મી રેઇઝિંગ ડે સેરેમનીમાં બોલતી વેળાએ અમિત શાહે કહ્યું હતું કે અસામાજિક અને શરારી તત્વોની સામે યોગ્ય અને કડક કાર્યવાહી પોલીસે કરવી જ જોઇએ પણ સાથે ઉશ્કેરવામાં આવે તેમ છતા પોલીસે શાંત રહેવું જોઇએ.

અમિત શાહનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે જામિયામાં પોલીસે ઘુસીને શાંતિથી વાંચી રહેલા વિદ્યાર્થીઓને લાઠીઓથી ઢોર માર માર્યો હોવાનો વીડિયો સામે આવ્યો હતો.15મી ડિસેમ્બરે જામિયા વિસ્તારમાં સીએએના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જે દરમિયાન પોલીસ કાર્યવાહી માટે જામિયા યુનિ. કેમ્પસમાં અને બાદમાં લાયબ્રેરીમાં ઘુસી ગઇ હતી, જ્યાં તેણે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વિદ્યાર્થીઓએ હવે જાહેર કરી દીધો છે.

પોલીસ અત્યાર સુધી દાવા કરતી રહી કે અમે લાયબ્રેરીમાં ઘુસીને કોઇ લાઠીચાર્જ નથી કર્યો. જ્યારે વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ પર સવાલો ઉઠવા લાગ્યા છે. આ સિૃથતિ વચ્ચે અમિત શાહે પોલીસને સલાહ આપી છે કે આરોપીઓ કે અસામાજિક શરારતી તત્વો સામે કડકાઇથી જરૂર વર્તવું જોઇએ પણ સાથે પોલીસે પોતાને એટલી જ શાંત રાખવી પણ જરૂરી છે.  અમિત શાહે સાથે એમ પણ કહ્યું કે પોલીસની રચનાત્મક ટીકાઓ આવકાર્ય છે પણ સાથે એ ન ભુલવું જોઇએ કે ડયુટી કરતી વેળાએ 35 હજાર પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક તરફ શાહે પોલીસને શાંત રહેવાની સલાહ આપી ટકોર કરી હતી સાથે પોલીસની કામગીરીના વખાણ પણ કર્યા હતા.

READ ALSO

Related posts

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતી, વૈશ્વિક મૃત્યુદરમાં ગુજરાતનું પાંચમુ સ્થાન

Pravin Makwana

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!